શનિવારે, સિંધ રાજ્યના મીરપુર ખાસ જિલ્લામાં ખાદ્ય વિભાગ તરફથી ટ્રક પર લાવવામાં આવેલા લોટના પેકેટ જોઈને ભીડ એકઠી થઈ હતી. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર આ ઝપાઝપીમાં અનેક લોકો ઘાયલ થયા છે. એક 35 વર્ષીય મજૂરને લોકોએ કચડી નાખ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સ્થિતિ એટલી ખરાબ છે કે શહીદ બેનઝીરાબાદ જિલ્લાના સકરંદ શહેરમાં એક લોટ મિલની બહાર સસ્તો લોટ ખરીદતી વખતે નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. હાલત એટલી ખરાબ છે કે લોકો 5 કિલોની બોરી માટે પણ લડી રહ્યા છે.
ખૈબર પખ્તુનખ્વામાં સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં 1000 થી 1500 પાકિસ્તાની રૂપિયાના ભાવે લોટ વેચાઈ રહ્યો છે. હકીકતમાં, લોટના 20 કિલોના પેકેટની કિંમત ખુલ્લા બજારમાં 3100 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલા આ જ રૂ. 1100 હતો.
દરમિયાન, બલૂચિસ્તાનમાં, લોકો ઘઉં અને લોટના પુરવઠાને લઈને લડી રહ્યા છે. ઘણા લોકો તો તેમની મોટરબાઈક પર લોટની ટ્રક પાછળ પણ જઈ રહ્યા છે. બલૂચિસ્તાનના ખાદ્ય મંત્રી ઝમરક ખાનને પણ ટાંકવામાં આવ્યું હતું કે, “અમારી તિજોરીમાં અમારી પાસે કંઈ નથી અને અમે કોઈ સબસિડી આપી શકતા નથી.” ઘણા લોકો ગયા વર્ષે પૂરતા પ્રમાણમાં ઘઉંનો સંગ્રહ ન કરવા બદલ વહીવટીતંત્રને દોષી ઠેરવે છે.