Tech Tips And Tricks: If Your Smartphone Has Been Infected With The Virus, So How To Solve It, Read

Spread the love

Tech Tips And Tricks: આજના ઇન્ટનેટના જમાનામાં આપણા કોઇપણ ફોન કે ગેજેટ્સમાં વાયરસ આસાનીથી ઘૂસી શકે છે, પછી આપણા ડિવાઇસને નુકશાન પણ કરી શકે છે. ખાસ કરીને કૉમ્પ્યુટર અને સ્માર્ટફોન જેવા ડિવાઇસને વધુ નુકસાન થઇ શકે છે. આવા વાયરસ આપણો ડેટા પણ ચોરે છે. જેથી સાવધ રહેવુ જરૂરી છે. જો તમારા ફોનમાં વાયરસ હોય તો આ રીતે તેને જાણો અને કાઢો……. 

કઇ રીતે જાણી શકશો તમારા ફોનમાં માલવેયર છે કે નહીં ?

ડેટાની વધુ ખપત થશે, કેમ કે વાયરસ ઘણાબધા બેકગ્રાઉન્ડ ટાસ્ક અને એપ ચલાવશે, સાથે જ આ ઇન્ટરનેટ સાથે વારંવાર કૉમ્યુનિકેટ કરશે.

બેટરી ઝડપથી પુરી થઇ જશે, કેમ કે વાયરસ એપ્સ અને સૉફ્ટવેર બેકગ્રાઉન્ડમાં ચાલે છે.

સસ્પીશિયસ એડવર્ટાઇઝિંગ વાયરસ કે માલવેયરના સંકેત તરીકે દેખાશે. સામાન્ય રીતે કેટલીયે સાઇટોમાં પૉપ-અપ એડવર્ટાઇઝ હશે, પરંતુ ઘણી બધી જાહેરાતો તમારા ડિવાઇસ માટે સારા સંકેત નથી.  

તમારા ફોનની હૉમ સ્ક્રીન પર નવી એપ્સને વિચિત્ર રીતે દેખાશે. આ નવી એપ્સ માલવેર હોઇ શકે છે.

તમારા ફોનની સ્પીડ ધીમી થઇ શકે છે, એટલે કે ફોન હેન્ગ કરી શકે છે. 

ફોનમાંથી વાયરસ કેવી રીતે હટાવશો ?

સ્ટેપ 1- તાજેતરમાં જ ઇન્સ્ટૉલ કરવામાં આવેલી એપ્સની તપાસ કરો અને ડાઉનલૉડ અને ખરાબ રિવ્યૂ વાળી એપ્સને હટાવી દો. 

સ્ટેપ 2- પોતાની ફોનના સેટિંગમાંથી પોતાનુ બ્રાઉઝર કેશ સાફ કરો. 

સ્ટેપ 3- રિયલ એન્ટી વાયરલ સૉફ્ટવેર નાંખો જે સમય સમય પર દુર્ભાગ્યપૂર્ણ એપ્સ અને સૉફ્ટવેર માટે સ્કેન કરે છે.

સ્ટેપ 4- જો આમાંથી કોઇપણ કામ નથી કરતુ, તો બેટરી ડ્રેનને ઠીક કરવા અને સુધારો કરવામાં મદદ કરવા માટે ફેક્ટરી રિસેટ કરો. ફેક્ટરી રીસેટ પહેલા ધ્યાન આપો કે તમારા ડિવાઇસમાંથી જરૂરી ફાઇલોનો બેકઅપ લઇ લીધો છે. 

 

ફોનને ચાર્જિંગમાં મુકતા પહેલા સાવધાન! આ વાતનું રાખો ખાસ ધ્યાન

જ્યારે સ્માર્ટફોન ચાર્જિંગમાં લગાવેલો હોય છે ત્યારે પણ ઘણા લોકો બેદરકારી દાખવે છે. જેના કારણે ઘણી વખત હેન્ડસેટ ખૂબ જ ગરમ થઈ જાય છે અથવા તો કેટલીક અન્ય સમસ્યાઓ પણ આવી શકે છે. સ્માર્ટફોન ચાર્જમાં હોય ત્યારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેથી તમારા ફોનને કોઈ નુકસાન ન થાય અને તમારું ઉપકરણ સુરક્ષિત રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *