BGMI in Laptop: યુવાઓ અને બાળકોમાં ખુબ જ લોકપ્રિય થયેલી ગેમ BGMI એટલે કે, બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા પાછી આવી ગઇ છે, આને કોઇપણ યૂઝર પ્લેસ્ટૉર અને એપસ્ટૉર પરથી ડાઉનલૉડ કરીને રમી શકે છે. પરંતુ શું તમે લેપટોપ કે ડેસ્કટોપ પર BGMI રમવા માંગો છો ? જોહા, તો આજે અમે તમને તેની રીત જણાવવા જઈ રહ્યા છીએ. લેપટોપ પર ગેમ રમવા માટે તમારે એન્ડ્રોઇડ ઇમ્યૂલેટરની (emulator) જરૂર પડશે.
ગેમના નવા નિયમો –
ઉલ્લેખનીય છે કે, આ વખતે ગેમને કેટલાક નવા નિયમો સાથે લૉન્ચ કરવામાં આવી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માત્ર 3 કલાક માટે BGMI રમી શકે છે. જેની ઉંમર 18 વર્ષથી વધુ છે તેઓ માત્ર 6 કલાક જ ગેમ રમી શકશે. આ સાથે દૈનિક ખર્ચની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત નાના બાળકોને ગેમમાં લૉગિન કરવા માટે પેરેન્ટ્સની પરવાનગી લેવી પડશે. ગેમમાં એક નવો નુસા નકશો પણ ઉમેરવામાં આવ્યો છે જે BGMI ખેલાડીઓને સ્વિમિંગ પૂલમાં ઊર્જા મેળવવામાં મદદ કરે છે. આ એક નાનો નકશો છે જે ટૂંકા ગેમિંગ સેશન પસંદ કરતા લોકો માટે સરસ છે.
આ રીતે કરો ડાઉનલૉડ –
– લેપટૉપ કે ડેસ્કટૉપમાં ગેમને ડાઉનલૉડ કરવા માટે સૌથી પહેલા Bluestacks Android Emulator ને ડાઉનલૉડ કરી લો.
– આને ઇન્સ્ટૉલ કર્યા બાદ આમાં ગૂગલ પ્લે સ્ટૉર ઓપન કરો.
– પછી BGMIને ડાઉનલૉડ કરી લો. ડાઉનલૉડ કર્યા બાદ આ ગેમ તમને Bluestacks ને હૉમ સ્ક્રીન પર દેખાવવા લાગશે.
વ્યક્તિગત રીતે જ્યારે અમે આ ગેમને ડાઉનલૉડ કરી તો આ આસાનીથી ચાલી રહી હતી, અને પિક્ચર ક્વૉલિટી પણ ઠીક હતી. Bluestacks દ્વારા ગેમને રમવામાં એક નુકસાન એ છે કે, આનું રેકોર્ડિંગ નહીં કરી શકો, ગેમ રેકૉર્ડિંગ માત્ર મોબાઇલમાં જ અવેલેબલ છે.
તાજેતરમાં જ ગેમના શોખીનો માટે BGMI ગેમ અવેલેબલ થઇ ચૂકી છે. BGMI ગેમ પ્લેસ્ટોર પર પાછી આવી છે. લગભગ એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યા બાદ સરકારે આને ફરીથી અનબેન કરી છે, ત્રણ મહિના બાદ ગેમ અંગે ફાઇનલ ડિસીઝન બહાર આવશે. એટલે કે હાલમાં તે ટેમ્પરરી મૉડમાં ઉપલબ્ધ છે. આજે અમે તમને આ ગેમ સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ બતાવવા જઇ રહ્યા છીએ, જેની મદદથી તમે દરેક ગેમમાં ચિકન ડિનર મેળવી શકો છો. જો તમે નવા છો અથવા તમારો મિત્ર તમને નૂબના નામથી બોલાવે છે, તો તમારે આ ટિપ્સને ફોલો કરવી જરૂરી છે, પછી જુઓ શું થશે કમાલ….
નૂબથી આ રીતે બનો પ્રૉ ગેમર –
મેપઃ –
BGMIમાં ચિકન ડિનર મેળવવા માટે તમારે નકશો સમજવાની જરૂર છે. જો તમે નકશાને સમજો છો, તો તમે સારી લૂંટ કરીને તમારા દુશ્મનને આસાનીથી મારી શકો છો. જ્યારે ગેમ શરૂ થાય છે, ત્યારે તમે પ્લેનના રૂટને ટ્રેક કરી શકો છો અને દરેક વિસ્તારમાં ઉતરાણ કરનારા ખેલાડીઓની સંખ્યાનો ટ્રૅક રાખી શકો છો. જો તમે એવા વિસ્તારમાં ઉતરો છો જ્યાં પર્યાપ્ત ઘરો/વેરહાઉસ હોય અને ત્યાં ઓછા ખેલાડીઓ પ્લેનમાંથી કૂદી રહ્યા હોય તો તમે સારી લૂંટ કરી શકો છો, અને ગેમ જીતી શકો છો.
શસ્ત્રો: –
એકવાર તમે વિમાનમાંથી ઉતર્યા પછી લૂંટના શસ્ત્રો બુદ્ધિથી પસંદ કરો. તમને કયા પ્રકારનાં શસ્ત્રોની જરૂર છે તે સમજો. રાઈફલ્સ, ક્રૉસબો, પિસ્તૉલ, એસએમજી (સબ મશીન ગન), એલએમજી (લાઇટ મશીન ગન), એસજી (શોટ ગન), એઆર (એસૉલ્ટ રાઇફલ્સ), એસઆર (સ્નાઇપર રાઇફલ્સ) અને ડીએમઆર (નિયુક્ત માર્ક્સમેન રાઇફલ્સ) ગેમમાં અવેલેબલ ઉપલબ્ધ છે. રેન્જ પ્રમાણે બંદૂક પસંદ કરો અને તેનો સ્માર્ટ યૂઝ કરો.
મિત્રો સાથે રમો: –
મિત્રો સાથે BGMI રમો. આ સાથે તમારો ગેમિંગ એક્સપીરિયન્સ પણ સારો રહેશે અને તમે લાંબા સમય સુધી જીવંત રહી શકશો. ટીમમાં રમવું તમને મુશ્કેલીમાંથી બચાવે છે અને તમે પ્લાનિંગ કરીને કેટલાય લોકોને મારી શકો છો. જો કોઈ સાથી ખેલાડીઓને પુનર્જીવિત કરવાની જરૂર હોય, તો તે પણ કરો કારણ કે આનાથી તમારી જીત પાક્કી થઇ જાય છે. મેઇન રાઉન્ડ રમતા પહેલા, ટ્રેનિંગ રાઉન્ડમાં તમારી સ્કીલ્સને સુધારો અને તિક્ષ્ણ બનાવો જેથી તમે રમતમાં સારું પ્રદર્શન કરી શકો. તમે પિસ્તૉલ અને કાર પર જેટલા વધુ હાથ મેળવશો, તમારી ગેમ વધુ સારી બની જશે.
સ્ટ્રેટેજીઃ –
ગેમને વ્યૂહરચના સાથે રમો કારણ કે આ માત્ર દુશ્મનને મારવા પૂરતું નથી, પરંતુ તમારા માટે જીવંત રહેવું પણ મહત્વપૂર્ણ છે. દુશ્મનોથી ભરેલા વિસ્તારો માટે જુઓ અને તમારા સાથી ખેલાડીઓ સાથે તે પ્રમાણે પ્લાનિંગ ગોઠવો. જો જરૂરી હોય તો અન્ય શસ્ત્રોનો ઉપયોગ કરો અને Z આકારની પેટર્નમાં ધીમે ધીમે દુશ્મનો તરફ આગળ વધો. આ ઉપરાંત વર્તુળનું પણ ખાસ ધ્યાન રાખો. જો તમે લાંબા સમય સુધી ‘બ્લૂ ઝૉન’માં રહો છો, તો તમારું મૃત્યુ થઇ જશે.
હેડફોન: –
હેડફોન ચાલુ રાખીને ગેમ રમો જેથી કરીને તમે તમારા દુશ્મનોની હિલચાલ સાંભળી શકો. હેડફોન લગાવવાથી સાથી ખેલાડીઓ સાથે સારુ કૉમ્યુનિકેશન જળવાઈ રહેશે અને તમે સાથે મળીને સારી રીતે ગેમ રમી શકશો.
Meet Samuel Edyme, Nickname - HIM-buktu. A web3 content writer, journalist, and aspiring trader, Edyme…
Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…
MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…
Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…
The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…
Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…