Smartphone News: આજકાલ દરેકની પાસે સ્માર્ટફોન હોય છે કેમ કે લોકો મોટાભાગનું કામ હવે સ્માર્ટફોન પરથી જ કરી લે છે, સ્માર્ટફોન હાથવગુ સાધન બની ગયો છે અને તેના વિના આજે કોઇને પણ ચાલતુ નથી. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝ કરો છો, તો આ એક મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે ગૂગલે કેટલાક સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે તમારો ફોન યોગ્ય રીતે કામ કરશે નહીં. એટલે કે, હવે કેટલાક સ્માર્ટફોન ભંગાર બની જશે, આમાં તમે કોઈપણ એપ્લિકેશન યૂઝ કરી શકશો નહીં, અને તમારા ડેટાની સુરક્ષા પણ શંકાના દાયરામાં આવી શકે છે. જોકે, હવે સવાલ એ છે કે આ કયા ફોન છે, તો કહેવાય છે કે ગૂગલે એન્ડ્રોઇડ 4.4 કિટકેટ માટે એન્ડ્રોઇડ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ ફોન બની જશે ભંગાર –
કિટકેટ એન્ડ્રોઇડ વર્ઝન વર્ષ 2013માં લૉન્ચ કરવામાં આવ્યું હતું., આનો અર્થ એ છે કે જો તમારો સ્માર્ટફોન કિટકેટ અથવા તેના પહેલાના એન્ડ્રોઇડ વર્ઝન પર આધારિત છે, તો ગૂગલ તેનો સપોર્ટ બંધ કરી રહ્યું છે. આસાન શબ્દોમાં કહીએ તો ગૂગલ સિસ્ટમ લગભગ 10 વર્ષ જૂના સ્માર્ટફોન પર કામ કરશે નહીં. અહેવાલો અનુસાર, 1લી ઓગસ્ટથી સમગ્ર દેશમાં Googleનો સપોર્ટ બંધ થઈ શકે છે.
કોણા પર પડશે અસર ?
રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ, હાલમાં માત્ર 1% એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબ્લેટ એન્ડ્રોઇડ કિટકેટ એન્ડ્રોઇડ સિસ્ટમ પર આધારિત છે. આ સ્માર્ટફોન પર ગૂગલ પ્લે સર્વિસ સપોર્ટ કરશે નહીં.
નહીં રહે સિક્યૉર –
જ્યારે Google Play સપોર્ટ બંધ થઈ જાય છે, ત્યારે ઑપરેટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે છે, આનો અર્થ એ છે કે તમારો ફોન જે ક્ષણે તમે તેનો ઉપયોગ કરો છો ત્યારથી તે સુરક્ષિત રહેશે નહીં. આ ફોન ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે નહીં. આવામાં ફોનને બદલવાનો એકમાત્ર વિકલ્પ છે.