ઓનલાઈન શોપિંગ કરનારા લોકો માટે ઓગસ્ટનો પહેલો સપ્તાહ ખાસ છે. ઈ-કોમર્સની બે દિગ્ગજ કંપનીઓ અમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેલ શરૂ થઇ રહ્યા છે. અમેઝોનના ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલમાં પ્રાઇમ મેમ્બરોએ ગુરુવાર એટલે કે 3 ઓગસ્ટથી જ ખરીદી શરૂ કરી દીધી છે. આ અમેઝોન સેલ 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. તેવી જ રીતે ફ્લિપકાર્ટના Flipkart Big Saving Days પણ 4 ઓગસ્ટથી 9 ઓગસ્ટ, 2023 સુધી ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફ્લિપકાર્ટની સત્તાવાર વેબસાઇટે આ સેલને ચંદ્રયાન-3ને સમર્પિત કર્યો છે. બંને કંપનીઓ અને આકર્ષક ડીલ્સ પર ખરીદીની તક છે.
અમેઝોન પર શાનદાર ડીલ્સ
જો તમે અમેઝોનના સેલમાં SBI કાર્ડથી ખરીદી કરો છો તો તમને 2500 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. સેલમાં iPhone 14 પર 16 ટકા સુધીની છૂટ છે. કપડાં પર 83 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ સેલમાં તમે બેડરૂમનું ફર્નિચર પર 63 ટકા સુધી ડિસ્કાઉન્ટ, વોટર પ્યુરિફાયર પર 50 ટકા સુધીની છૂટ સહિત અનેક પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
ફ્લિપકાર્ટ પર 80 ટકા સુધીની છૂટ
ફ્લિપકાર્ટના આ સેલમાં તમે 80 ટકા સુધીની છૂટ પર ખરીદી કરી શકશો. સત્તાવાર વેબસાઇટ અનુસાર, સેલમાં Paytm વૉલેટ અને UPI ટ્રાન્ઝેક્શન પર બચત થશે. ઉપરાંત, તમે ફ્લિપકાર્ટ પે લેટર સુવિધા હેઠળ 1 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ મેળવી શકો છો. એટલે કે, તમે હમણાં ખરીદી કરી શકો છો અને આવતા મહિને અથવા નો કોસ્ટ EMI હેઠળ બિલ ચૂકવી શકો છો.
બિગ સેવિંગ ડેઝ સેલમાં પણ જબરદસ્ત ફાયદો
ફ્લિપકાર્ટના બિગ સેવિંગ ડેઝ સેલમાં ખરીદી પર તમને ફાયદો થશે. કપડાં અને અન્ય ઉત્પાદનો પર 50-80 ટકા સુધીની છૂટ, ઇલેક્ટ્રોનિક્સ પર 80 ટકા સુધીની છૂટ, ટીવી અને ઉપકરણો પર 80 ટકા સુધીની છૂટ, ફર્નિચર અને ગાદલા પર 80 ટકા સુધીની છૂટ અને ઘણી બધી વસ્તુઓ તમે આકર્ષક ભાવ પર અહીંથી ખરીદી શકો છો.