JioBook 4G Laptop Launch In India Market To Knw Details And Price

Spread the love

Reliance Jio આજે ભારતીય બજારમાં સસ્તા 4G લેપટોપ JioBookને લોન્ચ કરવા જઈ રહી છે. તેની કિંમત આઇફોન કરતા ઓછી હોવાની આશા સેવાઇ રહી છે. જાણીએ તેના વિશે.

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો કંપની આજે ભારતીય બજારમાં તેનું નવું લેપટોપ લોન્ચ કરશે. Reliance JioBook લેપટોપ સૌથી સસ્તું 4G સક્ષમ લેપટોપ હશે. તેમાં ઘણા એવા ફીચર્સ આપવાનું કહેવાય છે જે મોંઘા લેપટોપને ટક્કર આપી શકે છે. Reliance JioBook 4G લેપટોપની કિંમત 20,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત Apple iPhone કરતાં ઓછી હોઈ શકે છે. એમેઝોન પર પ્રકાશિત લેન્ડિંગ પેજ મુજબ, આ ફક્ત રિલાયન્સ ડિજિટલ અથવા જિયો સ્ટોર્સ સુધી મર્યાદિત રહેશે નહીં.                                                    

આ લેપટોપમાં 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ 5.0, HDMI પોર્ટ, 3.5mm ઓડિયો જેક અને સિમ સપોર્ટ આપવામાં આવશે. તેનું વજન 990 ગ્રામ હશે. તે તેના જૂના વર્ઝન કરતાં હળવા પણ હશે. આ લેપટોપ યુઝર્સને બહુ ઓછી કિમતે  ઉપલબ્ધ  થઇ શકશે.  તેની કિંમત 20,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. અગાઉ જિયોબુક ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી.                    

નવું JioBook (2023) તેના જૂના વર્ઝન કરતાં વધુ પોર્ટેબલ હશે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જૂના લેપટોપ કરતા વધુ સારી બેટરી લાઈફ આપવામાં આવશે.

JioBook ફર્સ્ટ્ જનરેશન ડિટેલ્સ

તેમાં 11.6 ઇંચની HD ડિસ્પ્લે છે. તે Qualcomm Snapdragon 665 પ્રોસેસર અને Adreno 610 GPU થી સજ્જ છે. સાથે જ 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેના સ્ટોરેજને 128 જીબી સુધી વધારી શકાય છે. તેમાં 5000 mAh બેટરી છે જે 8 કલાક સુધીની બેટરી લાઈફ આપી શકે છે. તેને 13,299 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે.

રિલાયન્સ જિયોએ તાજેતરમાં જ 999 રૂપિયાની કિંમતનો JioBharat 4G સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. આમાં HD કૉલિંગ, UPI ચુકવણી અને JioCinema જેવા OTT પ્લેટફોર્મની ઍક્સેસનો સમાવેશ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *