Haryana News: આજકાલ લોકો મોબાઇલના એવી આદિ બની ગયા છે કે દરેક કામ હવે મોબાઇલથી જ કરે છે, એક પળ પણ જો મોબાઇલ માણસની પાસે ના રહે તો તેઓ ધૂંઆપૂંઆ થઇ જાય છે, અને જો મોબાઇલ ખોવાઇ કે ચોરાઇ જાય તો દિવસ રાત ટેન્શનમાં રહે છે, પરંતુ હવે આ કિસ્સામાં તમને મુક્તિ મળી જશે. હવે તમારો મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તમારે ડરવાની જરૂર નથી, કારણ કે હવે તમે તમારો મોબાઈલ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તેને ઘરે બેઠા જ બ્લૉક કરી શકો છો. આનાથી ના તો કોઈ તમારા મોબાઈલનો દુરુપયોગ કરી શકશે અને ના તો કોઈ તેમાંથી ફોટો કે ડેટા ચોરી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટરની વેબસાઇટ ceir.gov.in હવે હરિયાણામાં પણ કામ કરવા શરૂ થવા જઇ રહી છે. જેના માટે રાજ્યના દરેક જિલ્લામાં CEIR ડેસ્ક બનાવવામાં આવશે.
CEIR ડેસ્ક નોંધાવી શકાશે ફરિયાદ –
દરેક જિલ્લામાં સ્થાપિત કરવામાં આવનાર CEIR ડેસ્ક પર લોકો તેમની ફરિયાદો નોંધાવી શકશે. આ સાથે તમે તમારો મોબાઈલ બ્લૉક કરાવવાની માહિતી પણ મેળવી શકશો. મોબાઈલ ખોવાઈ જવા કે ચોરાઈ જવાના કિસ્સામાં ceir.gov.in પૉર્ટલ પર અથવા ડેસ્ક પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે. આ માટે સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર નોંધવી પડશે. ખોવાયેલા નંબરનું ડુપ્લિકેટ સિમ કાર્ડ લેવાનું રહેશે. પછી તમે CEIR પૉર્ટલ અને ceir.gov.in પર જઈને રિપૉર્ટ રજિસ્ટર કરી શકશો. ફરિયાદ નોંધાવતી વખતે તમારી પાસે મોબાઈલનો IMEI નંબર અને તેનું બિલ હોવું જરૂરી છે. સાથે જ બીજો મોબાઈલ નંબર પણ આપવો પડશે. ફરિયાદ નોંધાયા બાદ હેન્ડસેટને મોબાઈલ નેટવર્ક એક્સેસ કરવાથી બ્લૉક કરી દેવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે પૉર્ટલ પર મોબાઈલ બ્લૉક કરવાની સાથે અનબ્લૉક કરવાની પણ ફેસિલિટી છે. જો કોઈને પૉર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નથી, તો CEIR ડેસ્ક તમને મદદ કરશે. બીજીબાજુ કૉલ પ્રાપ્ત કરવાના કિસ્સામાં, તમને CEIR ડેસ્ક પર હાજર સ્ટાફ દ્વારા જાણ કરવામાં આવશે.
સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચ હેડક્વાર્ટર ખાતે કાર્યરત થઇ વર્કશોપ –
ભારતીય ટેલિકૉમ વિભાગે CEIR પૉર્ટલ પર તાલીમ આપવા માટે સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચના હેડક્વાર્ટર એક વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ દરમિયાન ભારતીય ટેલિકૉમના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ અસિત કાદ્યાન અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ સચિને પોલીસકર્મીઓને CEIR પૉર્ટલ વિશે માહિતી આપી હતી. અત્યારે સીસીટીએનએસ દ્વારા પૉર્ટલનું પરીક્ષણ ચાલી રહ્યું છે.