Apple IPhone 15 Series Price Leaked Before Launch Expectations Price Features Comparison Know Details

Spread the love

Apple iPhone 15 Series: દુનિયાભરમાં સ્માર્ટફોન માર્કેટમાં એપલના આઇફોનનું એક અલગ જ મહત્વ છે, સ્માર્ટફોન યૂઝર્સની વચ્ચે હંમેશા એપલનો લેટેસ્ટ આઇફોન યૂઝ કરવાની હોડ જામે છે. અત્યારે દુનિયાના માર્કેટમાં એપલના આઇફોનને વિશ્વના સૌથી મોંઘા સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હાલમાં ટેક જાયન્ટ પોતાની નેક્સ્ટ ફ્લેગશીપ સીરીઝ ‘આઈફોન 15’ માટે આ લેવલને વધુ ઉંચુ કરવાની યોજના બનાવી રહી છે. સ્માર્ટફોનના સેલિંગમાં અપેક્ષિત ઘટાડા દરમિયાન આવક વધારવા માટે કંપની iPhone 15 Pro અને iPhone 15 Pro Pro Max મૉડલની કિંમતોમાં વધારો કરી શકે છે. હવે કંપનીના અપકમિંગ લેટેસ્ટ એપલ આઇફોનની કિંમતને લઇને મોટુ અપડેટ સામે આવ્યું છે. જાણો…. 

રેવન્યૂ વધારવાનો પ્લાન – 
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોન માર્કેટમાં અપેક્ષિત ઘટાડાને કારણે Apple iPhone 15 Pro અને iPhone 15 Pro Maxની કિંમતમાં વધારો કરીને તેની એકંદર આવક વધારવાનું પ્લાનિંગ બનાવવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ એવી કેટલીય અફવાઓ હતી કે Apple તેના અપકમિંગ પ્રૉ મૉડલની કિંમત વધારી શકે છે. મે મહિનામાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે પ્રૉ મૉડલ માટે સ્પેશ્યલ ફેસિલિટી, જેમ કે ડાયનેમિક આઇલેન્ડ અને 48MP કેમેરા, Appleને આ વર્ષે નૉન-પ્રૉ મૉડલ્સની કિંમતો વધારવા માટે સંકેત આપી શકે છે.

કિંમત પર મોટુ અપડેટ – 
માર્ચમાં હોંગકોંગ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, હૈટોંગ ઇન્ટરનેશનલ સિક્યૉરિટીઝના ટેક એનાલિસ્ટ જેફ પુ દ્વારા પણ ભાવ વધારાનું પ્રિડિક્શન કરવામાં આવ્યુ હતુ. iPhone 14 Pro અને iPhone 14 Pro Maxની કિંમત 999 ડૉલર અને 1,099 ડૉલરથી શરૂ થાય છે, એટલે કે, MacRumors ના અહેવાલ મુજબ જો iPhone ના લેટેસ્ટ મૉડલની કિંમત વધે છે, તો તે પહેલીવાર 1,000 ડૉલરથી વધુ હશે.

કેમ ખાસ છે ‌iPhone 15 સીરીઝ – 
iPhone 15 સીરીઝ ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ શકે છે. આ દરમિયાન પ્રૉ મૉડલ માટે મર્યાદિત પુરવઠો જોઈ શકાય છે. સીરીઝના તમામ ચાર ડિવાઇસ USB-C પૉર્ટ, ડાયનેમિક આઇલેન્ડ અને સહેજ વળાંકવાળી ફ્રેમ હોવાની શક્યતા છે. પ્રૉ મૉડેલમાં વિવિધ વધારાની સુવિધાઓ અને ફેરફારોની અપેક્ષા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, Appleએ સપ્લાયર્સને આ વર્ષે iPhone 15ના લગભગ 85 મિલિયન યૂનિટ બનાવવાની વિનંતી કરી છે, જે ગયા વર્ષની સમાન માત્રામાં છે.

તાજેતરમાં, અન્ય એક અહેવાલમાં બહાર આવ્યું છે કે આગામી iPhone 15 Pro અને iPhone 15 Pro Max એ Wi-Fi 6E સપૉર્ટ સાથેના પ્રથમ iPhones હશે, જ્યારે સ્ટાન્ડર્ડ iPhone 15 અને iPhone 15 Plus રેગ્યૂલર Wi-Fi 6 જાળવી રાખે તેવી શક્યતા છે. MacRumors અનુસાર, Wi-Fi 6E iPhone 15 Pro મૉડલ્સ પર ઝડપી અને વધુ વિશ્વસનીય વાયરલેસ કનેક્ટિવિટી માટે મંજૂરી આપશે. Wi-Fi 6 2.4GHz અને 5GHz બેન્ડ પર કામ કરે છે, જ્યારે Wi-Fi 6E પણ વધેલી બેન્ડવિડ્થ માટે 6GHz બેન્ડ પર કામ કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *