YouTube New AI Feature: ટેક કંપની ગૂગલ તેના વિવિધ પ્લેટફોર્મ અને સેવાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી ઉમેરી રહી છે. જો તમે પણ ગૂગલના લોકપ્રિય વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબનો ઉપયોગ કરો છો, તો આ માહિતી તમારા કામમાં આવી શકે છે. હવે YouTube પર કન્ટેન્ટ સર્ચ કરવાનું કામ સરળ બનાવવા માટે એક નવું ફીચર જોવા મળશે. ખરેખર, યુટ્યુબ પર યુઝર્સ માટે એક નવું AI ટૂલ લાવવામાં આવી રહ્યું છે.
યુટ્યુબે તેના યુઝર્સ માટે જાહેરાત કરી છે કે કંપની એઆઈ ઓટોજનરેટેડ સમરી ફીચરનું પરીક્ષણ કરી રહી છે. આ ફીચરની મદદથી યુઝર્સને તેમની પસંદગીનું કન્ટેન્ટ સર્ચ કરવામાં પહેલા કરતા વધુ સુવિધા મળશે.
YouTubeનું AI ટૂલ કેવી રીતે કામ કરશે?
યુટ્યુબના AI ઓટોજનરેટેડ સમરી ફીચરની મદદથી પ્લેટફોર્મ પર દરેક વીડિયો સાથે ઓટો જનરેટેડ સારાંશ જોઈ શકાય છે. વીડિયો સંબંધિત માહિતી આ સારાંશમાં જોઈ શકાય છે. યુટ્યુબ પર સર્ચ કરીને વીડિયો જોનારા યુઝર્સ માટે આ ફીચર ઉપયોગી થશે.
આ ફીચરની મદદથી યુઝર કોઈપણ વિડીયોની ઝડપી ઝાંખી મેળવી શકશે. યુઝર આ ફીચરની મદદથી ઝડપથી નક્કી કરી શકશે કે વીડિયો કઇ થીમ પર છે અને તેમના માટે ઉપયોગી છે કે નહીં.
વીડિયોનું ડિસ્ક્રિપ્શનનું શું થશે
YouTube પર વીડિયો સાથે ડિસ્ક્રપ્શન સુવિધા પણ ઉપલબ્ધ થશે. જેમાં YouTube વીડિયો બનાવનાર વીડિયો ના કેન્ટેન્ટની માહીતી, આ જોઇને અને વાંચીને પણ , યુઝર્સ યુટ્યુબ પર વિડિયો જોવો કે નહી તે નક્કી કરી શકશે.
ઉલ્લેખનિય છે કે આ કારણે YouTubeના નવા AI ઓટોજનરેટર સારાંશ ફીચર સાથે વર્ણન સુવિધાને દૂર કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, તમે વોચ અને સર્ચ પેજ પર યુટ્યુબનું નવું ફીચર જોઈ શકશો. જો કે શરૂઆતના તબક્કામાં યુટ્યુબનું નવું ફીચર ટેસ્ટિંગ બેઝ પર માત્ર થોડા યુઝર્સ માટે જ રજૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો
Weather Update Today: આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી
Rain Forecast: ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ, ક્યાં કેટલો પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
બંગાળીની ખાડીમાં સર્જાયું ડીપ ડિપ્રેશન, શું આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ?
Haryana Violence: હિંસાની વચ્ચે હિન્દુને આશ્રય આપ્યો, બુરખો પહેરાવી ઘરે મોકલ્યાં,તોફાની વચ્ચે આ મુસ્લિમ પરિવાર બન્યો તારણહાર