નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝરને અવારનવાર કોઇને કોઇ પ્રૉબ્લમ આવતો રહે છે, આમાં સૌથી મોટો પ્રૉબ્લમ હેન્ગ થવાનો છે. વધુ રેમ અને સારુ પ્રૉસેસર હોવા છતાં ઘણીવાર ફોન હેન્ગ થઇ જાય છે. આવા સમયે યૂઝર્સને કોઇ શૉપ કે પછી સ્ટૉર પર જઇને આ પ્રૉબ્લમને સૉલ્વ કરવો પડ છે. જો તમારો ફોન પણ વારંવાર હેન્ગ થતો હોય તો અમે તમને એક એવી ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે ઘરે બેસીને જ આનાથી છૂટકારો મેળવી શકો છો. જાણો શું છે આ ટિપ્સ…..

યૂઝર્સે રાખવુ જોઇએ આ વસ્તુઓનુ ધ્યાન….
સૌથી પહેલા ફોનને હેન્ગ થતો બચાવવો હોય તો ફોનમાં ઓછામાં ઓછી એપ્સ હોવી જરૂરી છે. જે જરૂરી હોય તે જ એપ્લિકેશન ફોનમાં રાખવી જોઇએ, કારણ કે કેટલીક વધારાની અને જરૂર વિનાના એપ્સ ફોનમાં લૉડ કરે છે, અને આ કારણે ફોન હેન્ગ થવા લાગે છે, આ કારણે બેટરી, રેમ અને પ્રૉસેસર પર પણ લૉડ પડે છે.

વારંવાર હેન્ગ થઇ જતા ફોનનો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ….

આ માટે તમારા ફોનના ગૂગલ પ્લે સ્ટૉર્સમાં જવુ પડશે
આ પછી આમાં ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો
આના પર ક્લિક કર્યા બાદ સેટિંગ્સમાં જાઓ, અને ઓટો અપડેટ ઓપ્શન પર ક્લિક કરો
આ પછી ત્રણ ઓપ્શન દેખાશે. આમાંથી તમારે not auto update app પર ક્લિક કરવાનુ છે
આમા કરવાથી તમારા ફોનમાં રહેલી એપ્સ ઓટોમેટિક અપડેટ નહીં થાય, જ્યારે તમે કરશો ત્યારે જ થશે, અને ફોન હેન્ગ થતો અટકી જશે.

ફોનને હેન્ગ થતો બચાવવા માટે બીજો એક રસ્તો…..

આ માટે તમારે મોબાઇલના સેટિંગમાં જવુ પડશે
સેટિંગમાં ગયા બાદ તમે About ફોન પર ક્લિક કરો
હવે તમને બિલ્ડ નંબર દેખાશે. આના પર 6-7 વાર ક્લિક કરો
ક્લિક કરવાથી ડેવલપર ઓપ્શનમાં જાઓ અને તેને ઓન કરી દો
જેવુ ડેવલપર ઓપ્સન ઓન કરશો તમારી સામે કેટલાય ઓપ્શન ખુલી જશે
આ ઓપ્સનમાંથી Window Animation Zoom, Transition Animation Scale Animator Duration Scale આ ત્રણેયને બંધ કરી દેવાનુ છે

In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…