જ્યારે તમે મીઠાઈઓ જુઓ અને ઈચ્છો ત્યારે તમારા મનને કેવી રીતે નિયંત્રિત કરવું

Spread the love


નવી દિલ્હી, જ્યારે તમે મીઠાઈઓ જુઓ અને ઈચ્છો ત્યારે તમારા મનને કેવી રીતે નિયંત્રિત કરવું

– ખજૂર ન્યૂટ્રિશનલ વેલ્યુથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, આયરન વગેરે હોય છે. 

આપણા દેશમાં ખાસ તહેવારો અને પ્રસંગો વખતે ગળ્યું ખાવા અને ખવડાવવાનો રિવાજ છે. આ કારણે ઘરમાં મીઠાઈઓ, કેક, ચોકલેટ, કુકીજ વગેરે પડ્યા જ હોય છે અને તેને જોઈને મોઢામાં ખૂબ જ પાણી આવે છે. અનેક લોકોને તો ગળી વસ્તુ ખાવા માટે એ હદે મન લલચાતું હોય છે કે, તેઓ દર કલાકે કાંઈકને કાંઈક ગળ્યું ખાવાનું બહાનું શોધતા રહે છે અને જરૂર કરતા વધારે ગળી વસ્તુઓ પેટમાં પધરાવતા રહે છે. 

એક અભ્યાસ પ્રમાણે સુગર ક્રેવિંગ એક ખૂબ જ કોમન સમસ્યા છે જે મહિલાઓમાં વધારે જોવા મળે છે. અભ્યાસ પ્રમાણે 68 ટકા પુરૂષોમાં સુગર ક્રેવિંગની સમસ્યા નોંધાઈ હતી જ્યારે 97 ટકા મહિલાઓ સુગર ક્રેવિંગની શિકાર છે. ડાઈટરી ગાઈડલાઈન ઓફ અમેરિકાન્સના અહેવાલ પ્રમાણે આપણા દૈનિક કેલેરી ઈનટેકમાં મહત્તમ 10 ટકા જ સુગર ઈનટેક હોવું જોઈએ. મતલબ કે, જો તમે દરરોજ 2,000 કેલેરી લેતા હોવ તો તેમાં 12 ચમચી કરતા વધારે ગળપણ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. 

સુગર ક્રેવિંગના નુકસાન

શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા, હોર્મોનલ ફેરફાર, તણાવમાં વધારો, ન્યૂટ્રિશનની ઉણપ, બેડ કોલેસ્ટ્રોલ વધી શકે, હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે, સ્થૂળતાનો શિકાર બની શકાય.

સુગર ક્રેવિંગ દરમિયાન આ વસ્તુઓનું સેવન કરો

1. બેરીજ

જો ગળ્યું ખાવાનું મન થતું રહેતું હોય તો વિવિધ પ્રકારી બેરીજ ઘરમાં રાખો. તે તમારા શરીરને એન્ટી ઓક્સિડેન્ટ, વિમામીન્સ, મિનરલ્સ પૂરા પાડશે.

2. ડાર્ક ચોકલેટ

જો તમને કેક, ચોકલેટ, કુકીજ ખાવાનું ગમતું હોય તો તેના બદલે ડાર્ક ચોકલેટનું સેવન કરવું. સંશોધન પ્રમાણે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેટ્રી ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારી છે.

3. ચીયા સીડ 

ચીયા સીડમાં ભરપૂર માત્રામાં ઓમેગા થ્રી ફૈટી એસિડ, ફાઈબર વગેરે હોય છે. ક્રેવિંગ ઘટાડવા માટે બિસ્કિટ કે કેકના બદલે શેકેલા ચીયા સીડનું સેવન કરવું. 

4. ખજૂર

ખજૂર ન્યૂટ્રિશનલ વેલ્યુથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, આયરન વગેરે હોય છે. 

5. પિસ્તા

પિસ્તામાં રહેલું હાઈ પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. 

6. ગ્રીક યોગર્ટ

ગળી વસ્તુની જગ્યાએ તમે ગ્રીક યોગર્ટને ખૂબ જ સરળતાથી રિપ્લેસ કરી શકો છો. તે સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. 

7. ચીઝ

ચીઝમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ગુડ ફેટ, સોડિયમ, કેલ્શિયમ વગેરે હોય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *