- સાબુદાણા બનાવતા પહેલા 10-15 મિનિટ ચારણીમાં રાખો
- તેનું તમામ પાણી નીકળી જાય તેની રાહ જુઓ
- સાબુદાણા બરોબર પલળી જાય પછી જ રાંધો
સાબુદાણાની ખીચડી એક હેલ્ધી રેસિપિ છે. તેને ઉપવાસના દિવસોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખીચડીના સિવાય સાબુદાણાથી ખીર અને પાપડ પણ તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાબુદાણાની મોટી તકલીફ એ છે કે જો તે સારી રીતે પલાળવામાં ન આવે તો તે એકમેકની સાથે ચોંટી જાય છે. જેના કારણે તમારી ખીચડી ખરાબ બને છે. સાબુદાણાની ચીકાશના કારણે તેને ફ્રાય કરવાનું કે તેની વાનગી બનાવવાનું મુશ્કેલ બને છે.
સાબુદાણા પલાળતી સમયે રાખો આ વાતનું ધ્યાન
સાબુદાણાને સારી રીતે નહીં પલાળો તો પેનમાં નાંખતાની સાથે જ તે ચોંટવા લાગે છે. એવામાં જરૂરી છે કે તમે તેને ફૂલવા માટે સમય આપો. સારી રેસિપિ બનાવવા માટે ઓછામાં ઓછા 3-4 કલાક પલાળીને રાખો અને ફૂલવા દો. સાથે જ બનાવતા પહેલા 10-15 મિનિટ તેને ચારણીમાં રહેવા દો. જેના કારણે તેનું બધું પાણી નીકળી જાય.
સાબુદાણાની ખીચડીમાં ઉમેરો આ ચીજો
સાબુદાણાની ખીચડીમાં ચિકાશ ન આવે તે માટે તમે તેમાં તેલને બદલે ઘીનો ઉપયોગ કરી શકો છો. સ્વાદની સાથે તેના દાણા પણ અલગ અલગ રહેશે. સાથે તેમાં બટાકા મિક્સ કરવાથી પણ તેની ચિકાશ ઓછી થઈ જાય છે.
આ વાતનું પણ રાખો ધ્યાન
સાબુદાણા ખીચડીને વધારે સમય સુધી રાંધવાથી પણ તે ચોંટી જાય છે. એવામાં જરૂરી છે કે તમે તેને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી તે સોફ્ટ ન બને. જો તમે તેને જોઈને અંદાજ ન લગાવી શકો તો તેને હાથની આંગળીઓથી ચેક કરી લો.
સાબુદાણા ચોંટવા લાગે તો શું કરવું
જો સાબુદાણાની ખીચડી બનાવતા પહેલા તમે સાબુદાણાને સારી રીતે ફૂલાવ્યા નથી તો તે પેનમાં ચોંટવા લાગે છે. એવામાં તેને થોડું સારું કરવા માટે તમે તેને બનાવતી સમયે તેની ઉપર તેલ નાંખો. તેનાથી તે એકમેકની સાથે ચોંટશે નહીં.