- દહીંવડાથી મળશે દિવસ દરમિયાન એનર્જી
- પાણીપુરીને પણ સાંજના સમયે કરી શકશો પ્લાન
- ખજૂર, કોથમીરની ચટણી દહીંવડા અને પાણીપુરી બંનેમાં ચાલશે
દહીંવડાં
સામગ્રી
– એક કપ ચોળાની દાળ
– એક કપ અડદની દાળ
– પા કપ મગની દાળ
– તેલ પ્રમાણસર
– એક લિટર દહીં
– ગળી ચટણી
– મરચું
– મીઠું પ્રમાણસર
રીત
ત્રણેય દાળને છ કલાક પલાળી અધકચરી વાટી તેમાં મીઠું નાંખી ગરમ તેલમાં વડાં ઊતારી, હૂંફાળા પાણીમાં નાખવાં. પીરસતી વખતે પાણીમાંથી દબાવીને કાઢવાં. તેના પર દહીં, ગળી ચટણી, મીઠું, મરચું નાખવાં. ઝડપથી બની જતી આ ડિશ પરિવારને પ્રિય હોય છે.
નોંધ : વડાં વહેલાં બનાવીને પાણીમાંથી દબાવીને બહાર કાઢીને, ફ્રિઝમાં રાખી શકાય છે.
આ રીતે તૈયાર કરો પાણીપુરી
પાણીપૂરીનું પાણી
સામગ્રી
– અડધી ઝૂડી ફુદીનાનાં પાન
– થોડા લીલા ધાણા
– દસ લીલાં મરચાં
– આદુ નાખી મિક્સરમાં ઝીણી પેસ્ટ
– ત્રણ કપ પાણી
– મીઠું
– સંચળ
– બે ચમચા પાણીપૂરીનો મસાલો
ગળી ચટણી માટે
– સો ગ્રામ ખજૂર
– પચાસ ગ્રામ આંબલી
આ બંનેને પલાળી, વાટી તેનું પાણી બનાવવું તેમાં થોડો ગોળ નાંખી, પાતળી ચટણી બનાવવી.
મસાલા માટે
– અઢીસો ગ્રામ બટાકા
– બસો ગ્રામ ચણા
– બસો ગ્રામ
બંનેને બાફીને બન્ને ભેગા કરી, મીઠું, મરચું, મરીનો ભૂકો નાંખવો. તેમાં બુંદી તૈયાર રાખવો.
પાણીપુરીની પુરી તૈયાર લઈ આવવી.
એક બાઉલમાં છ-સાત પૂરી મૂકી, તેને ફોડી, ઉપર બટાકા-ચણા મૂકવાં. તેના ઉપર પાણી અને ખજૂર-આંબલીની ચટણી નાંખવી. ઉપર બુંદી ભભરાવવી.