- ખજૂર શરીરને માટે લાભદાયી
- ખજૂરનો હલવો સ્વાસ્થ્ય માટે રહેશે સારો
- ફરાળમાં ખજૂરનું સેવન વધારશે ઈમ્યુનિટી
હાલમાં શ્રાવણ મહિનો પૂરો થવાની તૈયારી છે. આ સમયે જો તમે કંઈક ગળ્યું બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે ખજૂરનો હલવો ટ્રાય કરવો. આ હલવો ફટાફટ બની પણ જાય છે અને સાથે જ ખજૂર પોતે ગળ્યું હોવાથી વધારે ખાંડની જરૂર પણ રહેતી નથી. આ સિવાય તે હેલ્થને માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તો જાણો ફરાળમાં કઈ રીતે આ ટેસ્ટી હલવો બનાવી શકાશે.
ખજૂરનો હલવો
સામગ્રી
-2 કપ ખજૂર
-2 કપ ગરમ દૂધ
-1 કપ ખાંડ
-1/ 2 કપ ઘી
-1 ટી સ્પૂન ઇલાયચી પાઉડર
-5 થી 6 નંગ બદામની કતરણ
રીત
ખજૂરના ઠળીયા કાઢીને પછી દૂધમાં ખજૂરને ત્રણ કલાક પલાળી રાખો. ત્યાર બાદ ખજૂરને મિક્સરમાં પીસી લો. હવે એક પ્લેટ પર ઘી લગાવીને રાખી દો. એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ખજૂરનું મિશ્રણ ઉમેરો. ખાંડ ઉમેરો અને ધીમા તાપે ખાંડ ન ઓગળે ત્યાં સુધી હલાવતાં રહો. હવે તેમાં થોડું દૂધ ઉમેરો અને વીસ મિનિટ સતત હલાવતાં રહો. પછી આ મિશ્રણમાં બદામની કતરણ અને ઇલાયચી પાઉડર ઉમેરો. ત્યાર બાદ ખજૂરના મિશ્રણને ઘીવાળી પ્લેટમાં ઢાળી દો. નાના નાના પીસમાં કાપી લો. તૈયાર છે હેલ્ધી સ્વાદિષ્ટ ખજૂર હલવો.