- પીએમ મોદી જે ડ્રિંક પી રહ્યા છે તે જિંજર એલ કહેવાય છે
- જિંજર એલ એક કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક છે
- જિંજર એલમાં સાઈટ્રિક એસિડ અને સોડિયમ બેંજોનેટનો ઉપયોગ કરાય છે
અમેરિકા પ્રવાસે ગયેલા પીએમ મોદીની મેજબાની કરતા યૂએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું. વ્હાઈટ હાઉસમાં આયોજિત આ કાર્યક્રમમાં બંને રાજનેતાઓની વચ્ચે કેમેસ્ટ્રી જોવા મળી. તેમના હાથમાં ડ્રિંક્સ હતા, જેને બંનેએ અમેરિકા અને ભારતના સારા સંબંધોનું નામ આપ્યું અને ચિયર્સ કર્યું. બાઈડેને સ્પષ્ટ કર્યું કે આ ગ્લાસમાં જે ડ્રિંક હતી તેમાં આલ્કોહોલ ન હતું. બાઈડેને કહ્યું કે અમારા માટે સારી વાત એ છે કે અમે બંને ડ્રિંક કરતા નથી. એવામાં અનેક લોકોના મનમાં સવાલ રહેશે કે પીએમ મોદી ખરેખર શું પી રહ્યા છે. પીએમ મોદી જે ડ્રિંક પી રહ્યા છે તે જિંજર એલ કહેવાય છે.
શું છે Ginger Ale
જિંજર એલ ખાસ કરીને એક કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક છે. કાર્બોનેટેડ એટલે કે તેમાં સોડા મિક્સ હોય છે. આ એક સામાન્ય સોફ્ટ ડ્રિંક જેવું હોય છે. તેમાં આદુની ફ્લેવર હોય છે. તેને સીધું પણ પી શકાય છે. કેટલાક લોકો તેમાં અન્ય કોઈ ડ્રિંક્સ મિક્સ કરીને પણ પીએ છે. સામાન્ય રીતે આ ડ્રિંકના 2 પ્રકાર હોય છે. પહેલું રેગ્યુલર કે ગોલ્ડન અને બીજું છે ડ્રાય. અનેક લોકો તેને સામાન્ય ડ્રિંક્સની જેમ પીવાનું પસંદ કરે છે. જો કે કેટલાક લોકો જીવ ગભરાવવામાં રાહત મેળવવા માટે પણ તેને પીએ છે. જિંજર એલમાં સાઈટ્રિક એસિડ અને સોડિયમ બેંજોનેટ જેવા પ્રિઝરવેટિવ્સનો પણ ઉપયોગ કરાય છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનરના મેન્યૂમાં મેરિનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નેલ સેલેડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેન્ગી એવેકોડો સૉસ સામેલ હતા. જ્યારે મેન કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ, ક્રીમી સેફરન ઈન્ફ્યૂઝ રિસોટોને સામેલ કરાયા છે. આ સિવાય સુમૈક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સૉસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વેશને સામેલ કરાયા હતા.