- કેલ્શિયમની ખામીને દૂર કરવામાં કરે છે મદદ
- ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવીને આપે છે ફાયદો
- સ્કીન અને વાળ માટે દહીંનું સેવન છે લાભદાયી
કહેવાય છે કે હેલ્ધી લાઈફ માટે રોજ 1 વાટકી દહીં ખાવું. પણ રોજ વધારે પ્રમાણમાં દહીં ખાવાની ભૂલ પણ કરવી નહીં. દરેક વસ્તુનો પ્રમાણસરનો ઉપયોગ લાભદાયી રહે છે. તો તમે રોજ 1 વાટકી ફ્રેશ દહીં ખાઓ તે જરૂરી છે. વાસી દહીં તમારા માટે નુકસાન કરી શકે છે. જો તમે બપોરે લંચના સમયે દહીં ખાઓ છો તો તમારી ચયાપચયની ક્રિયા સારી રહે છે. જો તેના સેવનથી તમને ખાંસી કે શરદીની સમસ્યા થાય છે તો તમારે તાજું દહીં ખાવું. જ્યારે તમે દહીંનું સેવન કરો છો તો તમારે ખાસ ધ્યાન રાખવું કે તમે તેને સીધા રૂપમાં જ ખાઓ. તેમાં મીઠું કે ખાંડ નાંખવાની ભૂલ ન કરો. અનેક બીમારીઓમાં મીઠું કે ખાંડ ઉમેરેલું દહીં મુશ્કેલીઓ વધારી શકે છે. તો જાણો શું છે દહીં ખાવાથી થતા ફાયદા.
દહીં ખાવાના ફાયદા
દહીં હેલ્થ માટે અનેક રીતે ફાયદારૂપ માનવામાં આવે છે. ડોક્ટર પણ રોજ ડાયટમાં 1 વાટકી દહીં ખાવાની સલાહ આપે છે. તો જાણો કઈ રીતે તે હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે.
કેલ્શિયમનો બેસ્ટ સોર્સ
જેમને કેલ્શિયમની ખામી છે તેઓએ રોજ 1 વાટકી દહીં ખાવું, હાડકાં મજબૂત થશે અને સાથે કેલ્શિયમની ખામી પણ ઘટશે.
દાંત માટે લાભદાયી
દહીંમાં ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે. તેનાથી દાંત અને હાડકાં મજબૂત બને છે. તો રોજ કોઈ પણ પ્રકારે દહીંનું સેવન લાભદાયી રહેશે.
ઈમ્યુનિટી માટે
દહીંમાં પ્રોબાયોટિક્સ મળે છે જેનાથી ઈમ્યુનિટી મજબૂત બને છે. સ્ટ્રોન્ગ ઈમ્યુનિટી માટે રોજ તેનું સેવન જરૂરી છે.
વાળ માટે
દહીંમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી વાળ મજબૂત બને છે. જો વાળ નબળા છે તો દહીંના સેવનથી સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
સ્કીન માટે
સ્કીનને માટે પ્રોટીન ફાયદારૂપ માનવામાં આવે છે. તેના સેવનથી સ્કીન હેલ્ધી બને છે. આ માટે દહીંનું સેવન રોજ કરવું.
હાર્ટ માટે
દહીંનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું લેવલ મેન્ટેન રહે છે. તેની સાથે બ્લડ પ્રેશર અને હાઈપર ટેન્શન પણ કંટ્રોલમાં રહે છે.
વજન ઘટાડવા માટે
દહીંમાં કેલ્શિયમ, વિટામિન બી.2, બી.12એ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. તે વેટલોસમાં પણ મદદરૂપ બને છે.