રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવો ઝડપથી પચી જતી મગની દાળ, આ રીતે કરો વઘાર

Spread the love
  • મગની દાળમાં કરો ઘીનો વઘાર
  • વઘારનો થોડો ટ્વિસ્ટ વધારશે દાળનો સ્વાદ
  • રોટલી, પરાઠા કે ભાત સાથે પીરસો આ દાળ

જો થાળીમાં દાળ ન હોય તો આપણને કોઇને જમવાનું ભાવતું નથી, પણ જો કોઇ એક જ દાળ હોય તો પણ તે ખાવી ભાવતી નથી. મગની દાળ પચવામાં સૌથી ઝડપી હોય છે. તેને રોટલી કે પરાઠાની સાથે ખાઇ શકાય છે. જો તમે મગની દાળને વઘાર કરીને બનાવવા ઇચ્છો છો તો તમે તેને બનાવી શકો છો અને પહેલાં બાફીને પછી પણ તેને વઘારી શકો છો. જો તમે રેસ્ટોરન્ટ ટચ આપવા ઇચ્છો છો તો તમે મગની દાળને આ અલગ રીતે બનાવો. તે તમારા ખાવાના ટેસ્ટને વધારી શકે છે.

સામગ્રી

  • 2 ચમચી ઘી
  • 1 ટામેટું
  • 1/2 ચમચી જીરું
  • ચપટી હિંગ
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી આદુની પેસ્ટ

વઘાર માટે સામગ્રી

  • 1 ચમચી ઘી
  • 6-7 નંગ લીમડાના પાન
  • 1 આખું લાલ મરચું
  • 1/4 ચમચી લાલ મરચું


મગની દાળ બનાવવાની રીત

કૂકરમાં બે ચમચી ઘી નાંખો. ઘી ગરમ થાય એટલે તેમાં બધા મસાલા અને ટામેટું એડ કરો. તેમાં અડધો કપ પલાળેલી મગની દાળ. તેને મસાલા સાથે શેકો અને તેમાં બે કપ પાણી ઉમેરો, પોણો કપ મીઠું લો અને તેને સારી રીતે મિક્સ કરો. એક સીટી લો અને ગેસ બંધ કરો, કૂકરની હવા કાઢી લો અને તેમાં કોથમીર નાંખો અને બાઉલમાં સર્વ કરો. તમારી પસંદ પ્રમાણે તેને ઘટ્ટ અને પાતળી રાખો. હવે તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલની દાળ. તેની ઉપર તમે વઘાર પણ કરી શકો છો. તે તમારી દાળનો ટેસ્ટ વધારે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *