- રાંધણ છઠ્ઠે સાતમ માટે બને છે ખાવાનું
- છઠ્ઠના દિવસે બનાવી લો બાજરીના વડા
- બાજરીના વડા ચા સાથે લાગે છે ટેસ્ટી
શ્રાવણ વદ છઠ્ઠ આ વર્ષે 05 સપ્ટેમ્બરે મંગળવારના રોજ ઉજવાશે. ખાસ કરીને રાંધણ છઠ્ઠના દિવસે લોકો જાત-જાતની વાનગીઓ બનાવતા હોય છે અને આ વાનગીઓ શીતળા સાતમે ખાય છે. કારણકે સાતમે ઠંડુ ખાવાનું હોય છે. તો આજે અમે તમારા માટે બાજરીના વડાની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી બાજરીના વડા.
સામગ્રી
- 500 ગ્રામ બાજરીનો લોટ
- 100 ગ્રામ મેથીની ભાજી
- 200 ગ્રામ ખાટું દહીં
- 1 ચમચી લસણ
- 1 ચપટી હિંગ
- 1 ચમચી તલ
- 1 ચમચી હળદર
- 1 ચમચી આદુ મરચાં
- મીઠું સ્વાદ અનુસાર
- 1 બાઉલ મેથીની ભાજી
બનાવવાની રીત
સૌ પ્રથમ બાજરીના લોટમાં મેથીની ભાજી ઝીણી સમારીને નાખવી. ત્યારબાદ તેમાં તલ, લસણ, આદું-મરચાં, હિંગ, હળદર, મીંઠુ સ્વાદાનુસાર નાંખી ખાટા દહીંથી લોટ બાંધી લો. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે હથેલીમાં લોટ લઇને તેને થેપીને વડા બનાવી લો. હવે આ વડાને તળી લેવા. તૈયાર છે ગરમા ગરમ બાજરીના વડા. તમે સાતમના દિવસે આ વડાનો સ્વાદ સરળતાથી માણી શકશો.