રક્ષાબંધનઃ ફક્ત 15 મિનિટમાં પનીરથી બનાવો ખાસ મીઠાઈ

Spread the love
  • લાડુ અને બરફીને બદલે ઘરે બનાવો મીઠાઈ
  • પનીરમાંથી બનાવેલ કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ
  • સામાન્ય મીઠાઈઓથી અલગ હોય છે કલાકંદનો સ્વાદ

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીકમાં છે ત્યારે તમે શું મીઠાઈ લાવવી તે લઈને મૂંઝવણમાં છો તો તમે ઘરે જ ખાસ મીઠાઈ ટ્રાય કરી શકો છો. આ મીઠાઈ ઝડપથી બની જાય છે અને સાથે જ હેલ્થ અને ટેસ્ટમાં પણ ખાસ રહે છે. મોટાભાગે તમે લાડુ અને બરફીને પ્રાયોરિટી આપો છો પણ આ વર્ષે તમે 15-20 મિનિટમાં ઘરે જ કલાકંદ બનાવી શકો છો. જેનો સ્વાદ અલગ રહેશે અને ભાઈને પણ ખુશ કરશે.

પનીરમાંથી બને છે કલાકંદ

પનીરમાંથી બનાવેલ કલાકંદ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને બનાવવું મુશ્કેલ નથી. જો તમે ઈચ્છો તો તમે ઘરે પણ બનાવી શકો છો, આ માટે તમારે માવા કે ખાંડની ચાસણીની પણ જરૂર નહીં પડે અને માત્ર 15 મિનિટમાં તેને બનાવીને તૈયાર કરી શકાય છે. રક્ષાબંધનના ખાસ અવસરે તમે તમારા પોતાના હાથે બનાવેલા કલાકંદથી તમારા ભાઈનું મોં મીઠુ કરી શકો છો. આવો જાણીએ કલાકંદ બનાવવાની રીત.

સામગ્રી

  • 250 ગ્રામ પનીર
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી દૂધ પાવડર
  • 1/2 ચમચી એલચી પાવડર
  • સમારેલા પિસ્તા
  • ગુલાબની પાંખડી

બનાવવાની રીત

250 ગ્રામ પનીરને મિક્સરમાં બ્લેન્ડ કરો. હવે એક પેન ગરમ કરો અને તેમાં 2 ચમચી ખાંડ અને પનીર ઉમેરો અને તેને બરાબર હલાવો. તેને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી હલાવતા રહો. હવે ઉપરથી એક ટેબલસ્પૂન મિલ્ક પાવડર નાંખી હલાવો. હવે 5 મિનિટ પછી ઉપરથી એલચી પાવડર નાંખી હલાવો. હવે તેને સારી રીતે મિક્સ કર્યા પછી તેને પ્લેટમાં ફેલાવી દો. ઉપર ઝીણા સમારેલા પિસ્તા અને ગુલાબના પાનથી ગાર્નિશ કરો. કલાકંદ ઠંડુ થાય પછી સર્વ કરો. તમે તેને સારી રીતે એરટાઈટ ડબ્બામાં ભરી લો.

જ્યારે તમે રાખડી બાંધવા જશો ત્યારે આ ફ્રેશ કલાકંદની મીઠાઈ તમારા ભાઈને અને અન્ય સભ્યોને ખુશ કરશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *