- ગોળ, દૂધ અને પૌંઆથી બનાવો આ મીઠાઈ
- ઓછા સમય અને ઓછા ખર્ચમાં તૈયાર થશે આ ડિશ
- રક્ષાબંધને બહેનો માટે આ મીઠાઈ બનશે બેસ્ટ ઓપ્શન
રક્ષાબંધનનો તહેવાર નજીકમાં છે ત્યારે તમે કેટલીક ખાસ રેસિપિને ટ્રાય કરી શકો છો. તેને માટે તમે ઘરે જ કેટલીક વસ્તુઓની મદદથી ઝડપથી મીઠાઈ બનાવી શકો છો અને તે પણ સ્વાદિષ્ટ અને ઓછા ખર્ચમાં. જ્યારે તમે આ મીઠાઈ સાથે રાખડી બાંધશો તો તમારા ભાઈને તે ખૂબ પસંદ આવશે. તો જાણો કેવી રીતે બનશે આ મીઠાઈ.
સામગ્રી
- 250 ગ્રામ પૌંઆ
- 1 લીટર દૂધ
- 250 ગ્રામ ગોળ
- 50 ગ્રામ કાજુના ટુકડા
- 8-10 લીલી એલચીનો પાવડર
- 50 ગ્રામ દેશી ઘી
- જરૂર પ્રમાણે પાણી
- ટ્રે અને એક પ્લાસ્ટિકની શીટ
બનાવવાની રીત
પૌંઆની બરફી બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર પેનમાં દૂધ ગરમ કરો અને બીજી બાજુ ગોળમાં પાણી મિક્સ કરો અને ઓગાળી લો. જ્યાં સુધી તે પલળે ત્યાં સુધીમાં પૌંઆ સાફ કરી લો અને તેને દૂધમાં મિક્સ કરો. હવે પેન ગરમ કરો અને પૌંઆને દૂધમાં ત્યાં સુધી પલાળો અને સારી રીતે દૂધમાં મિક્સ કરો અને પેસ્ટ જેવું તૈયાર કરો. હવે ગોળને પણ તેમાં મિક્સ કરો અને સાથે તેને હલાવતા રહો. જ્યારે આ પેસ્ટ ઘટ્ટ થાય ત્યારે તેમાં કાજુ અને એલચીનો પાવડર મિક્સ કરો. હવે તેમાં થોડું ઘી મિક્સ કરો અને ગેસ બંધ કરી લો. એક ટ્રેમાં પ્લાસ્ટિકની શીટ પાથરો અને તેને ટ્રેમાં ફેલાવીને જમાવી લો. હવે તેના પીસ કાપી લો અને તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો. તમારી ટેસ્ટ પૌંઆની બરફીે તૈયાર છે.