નાની એલચીના છે મોટા ગુણ, પાચન સુધારવાની સાથે આ ફાયદા પણ આપશે

Spread the love
  • ભોજનના સ્વાદને વધારે છે એલચી
  • મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં કરશે મદદ
  • ડાયજેશન સુધારી ઓરલ હેલ્થમાં પણ આપશે ફાયદો

એલચી ભોજનના સ્વાદને વધારે છે. એલચીનો ઉપયોગ ખીર, હલવો અને અન્ય અનેક ડિશમાં કરાય છે. તેને ખાવાથી શરીરની અનેક સમસ્યાને ફાયદો થાય છે. આ સાથે તેના વિટામિન અને મિનરલ્સ જેવા પોષક તત્વો પણ શરીરને મદદ કરે છે. તમે તેનું પાણી પણ પી શકો છો. આ માટે એલચીને પાણીમાં ઉકાળી લો અને તે પાણી ઓરલ હેલ્થને માટે મદદ કરે છે. તો જાણો કઈ સમસ્યાઓમાં તમને તેનું સેવન લાભ આપશે.

મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે

તમે એલચીનું પાણી પીઓ છો તો તમારું મેટાબોલિઝમ સારું રહે છે. તમે 4 એલચીને રાતે પાણીમાં પલાળી લો અને સવારે આ પાણીને ગરમ કરો. તમે આ પાણીને 2-3 વાર પીઓ. તે મેટાબોલિઝમને બૂસ્ટ કરશે અને વેટલોસમાં મદદ કરશે.

પેટ ભરેલું લાગશે

એલચીનું પાણી પીવાથી તમે પેટ ભરેલું હોવાનો અહેસાસ કરશો. તમે ઓવરઈટિંગથી પણ બચી શકો છો. તેનાથી અનહેલ્ધી ભોજનને અવોઈડ કરી શકશો.

ડાયજેશન બૂસ્ટ થાય છે

એલચી ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. તેને ખાવાથી તમે ગેસ, કબજિયાત, બ્લોટિંગની સમસ્યાથી બચી શકો છો. તે પાચનને સારું રાખે છે અને તેને માટે તમે આ નાની લીલી એલચીનું સેવન કરી શકો છો.

ડિટોક્સિફિકેશન

લીલી એલચી ડાયટમાં સામેલ કરવાથી બોડી ડિટોક્સ થાય છે. શરીરના ટોક્સિન બહાર નીકળી જાય છે. તેનાથી તમે મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે.

ઓરલ હેલ્થ

અનેક લોકો મોઢાની દુર્ગંધથી પરેશાન રહે છે. એલચીનું પાણી પીવાથી તમે સમસ્યાથી રાહત મેળવી શકો છો. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી જેવા ગુણ હોય છે. તેનાથી દાંતના દર્દથી પણ રાહત મળે છે. એલચી પેઢાના સોજાને દૂર કરવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશર લેવલ

મળતી માહિતી અનુસાર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે તમે એલચી પાવડરનો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે જે મદદ કરે છે.

મોઢાના ચાંદા દૂર કરવા

અનેકવાર પેટ ખરાબ હોવાના કારણે મોઢામાં ચાંદા પડે છે. એલચીને પીસીને તેનો પાવડર બનાવો અને તેમાં મિસરી મિક્સ કરો. તેનાથી ચાંદા પર લગાવો. તેનાથી તમને આરામ મળશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *