નાગપંચમીએ વિવિધ દેશમાં બને છે આ પ્રસાદ, તહેવારમાં કરી લો ટ્રાય

Spread the love
  • રાજસ્થાનમાં બને છે દાળ બાટી
  • બિહારમાં માલપુઆ છે પ્રચલિત
  • મધ્યપ્રદેશમાં ચઢે છે ખીર પુરી

નાગપંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે સોમવારે એટલે કે આવતીકાલે 4 સપ્ટેમ્બરે નાગ પંચમીનો તહેવાર ઉજવાશે. આ તહેવારમાં નાગ દેવતાની પૂજા કરવાનો નિયમ છે. પૂજાની સાથે આ દિવસે ઘણી જગ્યાએ મંદિરની આસપાસ મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. લોકો શિવ મંદિરમાં જાય છે અને ભગવાન ભોલેનાથ તેમજ નાગ દેવતાની પૂજા કરે છે. નાગપંચમી પર નાગદેવને દૂધ અને ધાનના લાવા ચઢાવવાનો નિયમ છે. પરંતુ દેશના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ પ્રસાદ બનાવવામાં આવે છે. જેનો ભોગ નાગદેવતાની સાથે ભગવાન ભોલેનાથને અર્પણ કરવામાં આવે છે. તો આવો જાણીએ કઇ જગ્યાએ કયો પ્રસાદ બનાવવાનો રિવાજ છે.

દાળ બાટી રાજસ્થાનમાં બને છે

રાજસ્થાનના ઘણા ભાગોમાં નાગપંચમીના દિવસે દાળ-બાટી બનાવવામાં આવે છે. આમાં અડદની દાળ રાંધવામાં આવે છે. જેની સાથે લોટમાં અજમો અને મોણ ભેળવીને કઠણ લોટ બાંધવામાં આવે છે. જેની બાટી બને છે. આ બાટીઓને પકાવવાની નાની ભઠ્ઠીમાં રાંધવામાં આવે છે. બીજી તરફ, તુવેર દાળને ટામેટા, ડુંગળી અને લસણ સાથે ભેળવીને સ્વાદિષ્ટ દાળ તૈયાર કરવામાં આવે છે.

બિહારમાં માલપુઆ

ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા ભાગોમાં નાગપંચમીના દિવસે માલપુઆ તૈયાર કરવામાં આવે છે. માલપુઆ બનાવવા માટે મેંદાને દૂધમાં ભેળવવામાં આવે છે. આ બેટરને ઢોસાના બેટર જેટલું જ પાતળું કરવાનું છે. ત્યાર બાદ તેમાં વરિયાળી, ડ્રાયફ્રૂટ્સ, માવા નાંખીને બીટ કરો. આ મિશ્રણને થોડી વાર રાખો. જ્યારે તે થોડું ફૂલી જાય ત્યારે તવા પર નાના ગોળ આકારના બોલ્સ બનાવી લો. જો તમે ઈચ્છો તો તેને એક પેનમાં પણ તળી શકો છો. એક તારની ચાસણી બનાવો અને ગરમ માલપુઆને ચાસણીમાં બોળી લો. પ્રસાદ માટે માલપુઆ તૈયાર છે.

મધ્યપ્રદેશમાં ખીર પુરી ચઢે છે

મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં નાગપંચમી પર નાગદેવતાને ખીર પુરી ચઢાવવાની પરંપરા છે. આમાં લોટની પુરી સાથે ચોખાની ખીર તૈયાર કરવામાં આવે છે. જેના પર ઘણી બધી બદામ નાખવામાં આવે છે. આ ખીર પુરી દેવતાને ચઢાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *