ગુજરાતીઓ ખાવાના શોખીન છે તે વાત તો દરેક વ્યક્તિ જાણે જ છે. તેમાં પણ જો ગુજરાતી ચટાકેદાર દાળ-ભાત કે પછી સાદી ખીચડી કે વઘારેલી શાકથી ભરપૂર ખીચડીનો સ્વાદ મળી જાય તો ગુજરાતીઓને બીજું શું જોઈએ. અનેક શાકથી ભરપૂર પૌષ્ટિક ખીચડીનો સ્વાદ ગુજરાતીઓની દાઢને વળગે છે. આ વાનગીઓ ટ્રેડિશનલ વાનગીઓમાં આવે છે અને સરળતાથી ઘરે બની જાય છે. સાથે તે પૌષ્ટિકતાથી ભરપૂર હોવાના કારણે તમે તેને પ્રેમથી આરોગી શકો છો. ખીચડીનો સ્વાદ ઘરના બાળકોથી લઈને મોટેરાંઓને પ્રિય હોય છે. તો જાણો ઘરે સરળતાથી કઈ રીતે બનાવશો રેસ્ટોરન્ટ જેવી જ વઘારેલી વેજીટેબલ ખીચડી.
સામગ્રી
– 1 કપ ચોખા
– 1/2 કપ મોગરદાળ
– 1/4 કપ ચણાદાળ
-1/2 ચમચો કાચી શીંગ
– 1 ચમચો ઘી
– રાઈ-જીરું અને હીંગ વઘાર માટે
– 2 ચમચી પીસેલા લીલાં મરચાં
– થોડા કઢી પત્તા
– મિકસ શાકભાજી (કાચાં કેળાં, વટાણાં, સીમલા મરચા, ગોબી (મરજીયાત) ફણસી વગેરે
– 1/2 ચમચી હળદર
– 2 ચમચી લાલ મરચાં
– 2 ચમચી ધાણાજીરું
– 1 ચમચી ગરમ મસાલો
– મીઠું પ્રમાણસર
– કોથમીર થોડી
– લીંબું પ્રમાણસર
– 5 કપ ગરમ પાણી.
રીત
ચોખા, મોગર દાળ, ચણાની દાળ, શીંગને ધોઈને પંદર મિનિટ પાણી નિતારીને રાખો. ઘી ગરમ કરીને તેમાં રાઈ-જીરું અને હીંગનો વઘાર કરો. રાઈ તતડે એટલે તેમાં લીલાં મરચાં અને કઢી પત્તા નાંખીને સાંતળવા. તેમાં શાકભાજી નાંખીને થોડું મીઠું નાંખી સાંતળવું. તેમાં હળદર, લાલ મરચું, ધાણા અને ગરમ મસાલો નાંખી હલાવવું. ધોયેલી દાળ, ભાત અને શીંગ નાંખીને હલાવવું. હવે પાંચ કપ ગરમ પાણી અને મીઠું નાંખી, ખીચડી ચઢવા દેવી. ચઢી જાય એટલે તેમાં કોથમીર, લીંબુનો રસ નાંખી નીચે ઉતારવી. તૈયાર છે ગરમાગરમ વધારેલી ખીચડી. આને તમે ઉપરથી ઘી નાંખીને એકલી જ ખાઇ શકો છો. જો ઇચ્છો તો સાથે પાપડ, છાશ કે અથાણાંની મજા પણ લઇ શકો છો.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…