- પંચામૃત એ ભારતનો પરંપરાગત પ્રસાદ છે
- દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ અને તુલસીની મદદથી બને છે પંચામૃત
- પંચામૃત મન-શરીરને શાંત કરીને શક્તિ આપે છે
કોઈપણ પૂજા-વિધિમાં અને ખાસ કરીને જન્માષ્ટમી પર પંચામૃતનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. દરેકને તેનો હળવો મીઠો સ્વાદ ગમે છે. હિન્દુ ધર્મમાં પંચામૃત કોઈપણ પ્રકારની પૂજા માટે શુભ માનવામાં આવે છે. જન્માષ્ટમી પર કૃષ્ણના જન્મ પછી કનૈયાને પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે અને પછી તેને પ્રસાદ તરીકે બધામાં વહેંચવામાં આવે છે. તમે તેને જન્માષ્ટમી પર તૈયાર કરી શકો છો. જો તમે તેને યોગ્ય રીતે બનાવો છો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જાણો કેવી રીતે તૈયાર કરશો પંચામૃત.
પંચામૃત બનાવવા માટે શું જરૂરી છે
કોઈપણ પૂજા કે તહેવારમાં પંચામૃત તૈયાર કરવામાં આવે છે. આ ભારતનો પરંપરાગત પ્રસાદ છે. આ પ્રસાદમાં પાંચ અત્યંત પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેને બનાવવા માટે દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ અને તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.
પંચામૃત કેવી રીતે બનાવવું
પંચામૃત બનાવવા માટે એક વાસણમાં દહીં નાખીને સારી રીતે હલાવો. પછી તેમાં દૂધ, મધ, ખાંડ અને ઘી ઉમેરો. છેલ્લે તેમાં મખાના ઉમેરો. પંચામૃત તૈયાર છે. તેને અર્પણ કરતા પહેલા તેમાં તુલસીના પાન નાખો.
પંચામૃત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
પંચામૃત બનાવવા માટે દૂધ અને દહીંનો ઉપયોગ થાય છે. આ બંને વસ્તુઓ મનને શાંત કરે છે અને ઠંડક લાવે છે. આ સિવાય પંચામૃતમાં ખાંડ અને મધ પણ ઉમેરવામાં આવે છે, જે મીઠાશની સાથે શક્તિ આપે છે. આ સિવાય ઘી અને તુલસી તમારા શરીરમાંથી ઘણી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરી શકે છે.