- પ્યોર બટરનો સ્વાદ માણવા કરો આ કામ
- માખણ કાઢતી સમયે ઠંડુ પાણી અને બરફના ટુકડાનો કરો ઉપયોગ
- ઘરનું માખણ 15 દિવસ સુધી રહે છે સારું
જન્માષ્ટમીનો તહેવાર 7 સપ્ટેમ્બરે ઉજવાઈ રહ્યો છે ત્યારે જો તમે કનૈયાના ભોગની તૈયારી કરી રહ્યા છો તો તમારે ઘરે જ ફ્રેશ અને ટેસ્ટી માખણ બનાવી લેવું જોઈએ. ઘણીવાર ઘરમાં માખણ બનાવવાનું કામ જો તમને કંટાળા જનક લાગે છે તો તમે ખોટા હોઈ શકો છો. ઘરનું માખણ સૌથી વધારે સારું અને એકદમ સફેદ હોય છે. તેમાં કોઈ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરાયો હોતો નથી. તે સરળતાથી બની પણ જાય છે. જ્યારે તમે ઘરે માખણ બનાવો છો તો તમે તેને એકથી 2 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો. તો જાણો બનાવવાની સરળ રીત.
સામગ્રી
- 3 કપ મલાઈ
- 1 ટેબલ સ્પૂન દહીં
- 1 કપ આઈસ કોલ્ડ વોટર
- 4-5 આઈસ ક્યૂબ
બનાવવાની રીત
સફેદ માખણ બનાવવા માટે તમે રોજ દૂધની મલાઈનું લેયર કાઢીને રાખી લો. તેને એક ડબ્બામાં ભેગું કરો. જ્યારે તમારી પાસે પૂરતા પ્રમાણમાં મલાઈ ભેગી કરી લો ત્યારે તેને માખણ બનાવવા માટે પ્રોસેસ કરી શકો છો. મલાઈને જ્યારે સ્ટોર કરો તો તેને ફ્રિઝમાં રાખો. આ સાથે જ્યારે તે વધારે પ્રમાણમાં ભેગી થઈ જાય તો તેને ફ્રિઝથી બહાર કાઢી લો. તેને રૂમના ટેમ્પ્રેચર પર રાખો. તેમાં 2 ટેબલ સ્પૂન દહીં મિક્સ કરો અને તેને 6 કલાક સુધી રહેવા દો. હવે આ મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી લો અને તેમાં 1 કપ આઈસ કોલ્ડ વોટર અને 4-5 આઈસ ક્યૂબ મિક્સ કરો. હવે એક ઈલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર લો અને મિશ્રણને બ્લેન્ડ કરો. હવે થોડી થોડી વારે બ્લેન્ડ કરતા રહો અને ત્યાં સુધી કરો જ્યાં સુધી તેમાં થોડા પણ ગટ્ઠા રહે. થોડા સમયમાં બટરનું લેયર ઉપર આવી જશે. બટરને બોલનો શેપ આપો અને તેને એક બાઉલ ઠંડા પાણીમાં રાખો. હવે તેને યોગ્ય શેપ મળશે અને સાથે તેમાં કોઈ સ્મેલ હશે તો તે પણ જતી રહેશે. તૈયાર છે ઘરનું બનાવેલું માખણ. તેને તમે એરટાઈટ કંટેનરમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તમે આ તાજું માખણ કનૈયાને ભોગમાં ધરાવી શકો છો.