- દૂધ, કેસર, ખાંડથી બનશે આ સ્વીટ ડિશ
- ડ્રાયફ્રૂટ્સની સાથે મળશે ખાસ ટેસ્ટ
- ગુજરાતી ટ્રેડિશનલ વાનગીને વ્રતમાં માણો
ગુજરાતની પોતાની અનેક વિશેષતા છે. તેમાં પણ પહેરવેશ સિવાય જો ખાન પાનની વાત કરીએ તો તેનો સ્વાદ અનેરો છે. ગુજરાતની ટ્રેડિશનલ ગણાતી ખાસ મિઠાઈમાં એક છે બાસુંદી. તેને તમે શ્રાવણના ઉપવાસમાં માણી શકો છો. ઘરે કેટલીક રૂટિન વસ્તુઓની મદદથી તમે તેનો સ્વાદ માણશો તો તમને મજા પડશે. આ સાથે તમે એનર્જેટિક પણ રહેશો.
બાસુંદી માટેની સામગ્રી
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 1/4 કપ ખાંડ
- 1/4 નાની ચમચી એલચીનો પાવડર
- 5-7 બદામ સુધારેલી
- 4 નંગ પિસ્તા સુધારેલા
- 4-5 તાંતણા કેસર
બનાવવા માટેની રીત
સૌ પહેલા એક નાની નૉન સ્ટીક કડાહી લો. એક કડાહીમાં દૂધ ઉમેરો અને ચમચીથી હલાવીને તેને ગરમ કરો. દૂધને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી તે અડધું ન થાય. હવે દૂધમાં ખાંડ, કેસર, એલચી પાવડર અને બદામ તથા પિસ્તાની કતરણ ઉમેરો અને તેને 10 મિનિટ સુધી હલાવતા રહો. જ્યારે દૂધ ઉકળી જાય અને ઘટ્ટ થઈ જાય ત્યારે એક કુલ્લડ લો અને તેમાં આ દૂધ ભરો. આ પછી ઉપરથી તમે પિસ્તા, બદામ અને કેસરના તાંતણા ભભરાવો. હવે તમે તેને સર્વ કરો. આ બાસુંદીને તમે ફરાળની સાથે કે પછી ભૂખ લાગે ત્યારે પણ યૂઝ કરી શકો છો. જો તમને ઠંડી બાસુંદી પસંદ હોય તો તમે તેને ફ્રિઝમાં ઠંડી થવા દો અને પછી યૂઝ કરો.