જો તમે રેલવે માં મુસાફરી કરતાહોવ તો તમાંરા માટે ખુશ ખબર…

Spread the love

જો તમે રેલવે માં મુસાફરી કરતાહોવ તો તમાંરા માટે ખુશ ખબર…

જો તમે રેલવે માં મુસાફરી કરતાહોવ તો તમાંરા માટે ખુશ ખબર...

ટ્રેનોમાં જનરલ ટિકિટ પર શરૂ થશે તમામ મેલ એક્સપ્રેસ મુસાફરી, ચાર મહિનાની એડવાન્સ બુકિંગનો 1 જુલાઈ પછી મળશે ફાયદો | બધા મેલ-x.ટ્રેનોમાં1 જુલાઈપછી ટ્રેનોમાં જનરલ ટિકિટ પર મુસાફરી શરૂ કરવામાં આવી છે.

કોરોનાને કારણે માર્ચ 2020થી ટ્રેનોમાં જનરલ ટિકિટ પર મુસાફરી બંધ કરી દેવામાં આવી હતી. 1 માર્ચથી જનરલ ટિકિટ પર મુસાફરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે ટ્રેનોમાં બીજા સીટિંગ કોચનું એડવાન્સ બુકિંગ આગામી ચાર મહિના માટે થઈ ગયું છે, તે ટ્રેનોમાં 1 જુલાઈથી સામાન્ય મુસાફરી શરૂ થઈ શકશે.

1 જુલાઈથી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનોના અનરિઝર્વ્ડ કોચમાં સીટોનું બુકિંગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેએ તેના તમામ વિભાગોની ટ્રેનો માટે આ સૂચના જારી કરી છે. નોંધનીય છે કે 22 માર્ચ 2020 થી અત્યાર સુધી, કોરોના પ્રોટોકોલ હેઠળ તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનોના અનરિઝર્વ્ડ કોચમાં સામાન્ય મુસાફરી પર પ્રતિબંધ હતો.

હવે તમામ ટ્રેનો કોરોના પહેલા જેવી સ્થિતિમાં દોડશે,

જનરલ ટિકિટ પર મુસાફરી કરવાની છૂટ આપવાથી મુસાફરોને મોટો ફાયદો થશે. હવે મુસાફરો કોરોના પહેલાની જેમ જનરલ કોચમાં રિઝર્વેશન વગર મુસાફરી કરી શકશે. પશ્ચિમ રેલ્વેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે રેલ્વેએ આ સુવિધા 1 માર્ચથી શરૂ કરી છે, પરંતુ જે ટ્રેનોમાં આગામી ચાર મહિના માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે તેમાં આ નિર્ણય 1 જુલાઈથી લાગુ થશે. 1લી જુલાઈ પછી અનરિઝર્વ્ડ કોચનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

સુરત-મુઝફ્ફરપુર એક્સપ્રેસ

52 ટ્રેનોના જનરલ કોચનું 4 મહિનાનું એડવાન્સ બુકિંગ

પશ્ચિમ રેલવેએ માહિતી આપી હતી કે હાલમાં મુંબઈ ડિવિઝનની 62 મેલ-એક્સપ્રેસ ટ્રેનોના જનરલ કોચનું એડવાન્સ બુકિંગ 1 જુલાઈ સુધી કરવામાં આવ્યું છે. જેમાં ઉધના-દાનાપુર, ઉધના-વારાણસી, સુરત-છાપરા, સુરત-મહુવા, સુરત-મુઝફ્ફરપુર ટ્રેનોનો સમાવેશ થાય છે. અમદાવાદ ડિવિઝનની 52, વડોદરા ડિવિઝનની 5, ભાવનગર ડિવિઝનની 25, રાજકોટ ડિવિઝનની 21 અને રતલામ ડિવિઝનની 35 ટ્રેનોના જનરલ કોચનું એડવાન્સ બુકિંગ 1 જુલાઈ સુધી થઈ ગયું છે. 1લી જુલાઈ પછી આ ટ્રેનોના જનરલ કોચનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

વધુ સમાચાર છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *