- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Youth Commits Suicide By Strangulation In Mandvi Area, SOG Starts Checking Random Places For Drugs, Takes Saliva Samples Of 5 Suspects
વડોદરા7 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલ નરસિંહજીની પોળમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ SOG પોલીસે સયાજી હોસ્પિટલની પાછળના વિસ્તારમાં મિશન ક્લિન વડોદરા નશામુક્ત વડોદરા અંતર્ગત ચેકિંગ હાથ ધર્યું હતું અને 5 શંકાસ્પદ લોકોના લાળના નમૂના લીધા હતા. આ ઉપરાંત ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતા વ્યાજખોર પિતા-પુત્ર સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
યુવકે ગળાફાંસો ખાધો
માંડવી વિસ્તારમાં આવેલ નરસિંહજીની પોળમાં રહેતા હાર્દિક બંસીભાઇ સોની (ઉ.38)એ ગળાફાંસો ખાધો હતો. જેને પગલે હાર્દિકને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક હાર્દિકનાં 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પરિવારમાં પત્ની છે. હાર્દિક તેની પત્ની સાથે ઇન્ટિરીયર ડિઝાઇનરની ઓફિસમાં નોકરી કરતો હતો. માતા-પિતાનું એક વર્ષ પહેલા મૃત્યું થયું હતું જેના કારણે ડિપ્રેશનમાં આવીને અંતિમ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
SOGએ ડ્રગ્સને લઇને ચેકિંગ કર્યું
વડોદરા SOGએ મિશન ક્લિન વડોદરા નશામુક્ત વડોદરા અંતર્ગત અવાવરું સ્થળોએ ચેકિંગ શરૂ કર્યું હતું. વડોદરા ડ્રગ્સનું સેવન કરતા શખ્સો સામે અભિયાન શરૂ કર્યુ છે. SOGની ટીમે આજે સયાજી હોસ્પિટની પાછળ અવાવરું જગ્યાએ 5 શંકાસ્પદ લોકોને ચેક કર્યાં હતા અને મોબાઇલ કિટ દ્વારા લાળના નમૂના લીધા હતા અને તેને FSLમાં તપાસ માટે મોકલવામાં આવશે. આ મામલે SOG પીઆઇ વી.એસ. પટેલે જણાવ્યું હતું. આજે સયાજી હોસ્પિટલની પાછળના ભાગે ચેકિંગ કરાયું છે અને આવનારા દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.
હત્યાના પ્રયાસના ગુનાનો આરોપી ઝડપાયો
વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયોટિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપીની શાહબુદ્દીન ઉર્ફે સુબ્બો અહેમદભાઇ બેલીમ (ઉ.42)ની વડોદરા SOG પોલીસે ધરપકડ કરી છે. SOG પોલીસે આરોપીને ગોરવા પોલીસને સોંપ્યો છે
મકરપુરા પોલીસે 11 ગુમ લોકોને શોધ્યા
મકરપુરા પોલીસે ગુમ મહિલાઓ અને બાળકોને શોધવાની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન 13 વર્ષની એક મહિલા સહિત કુલ 11 લોકોને શોધી કાઢ્યા છે. જેમાં 9 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે હ્રુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી 11 લોકોને શોધ્યા હતા.
વ્યાજખોર પિતા-પુત્ર સામે ફરિયાદ
વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલ જય જલારામનગરમાં રહેતા રમણભાઇએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી અતુલ બિજેન્દ્રકુમાર ત્રિપાઠી અને બિજેન્દ્રકુમાર કમલનાથ ત્રિપાઠી (બંને રહે. સુલભ ફ્લેટ, ઇલોરાપાર્ક, વડોદરા) પાસેથી મેં 2014માં વ્યાજે 3 લાખ રૂપિયા લીધા હતા અને તે રકમ ટુકડે-ટુકડે પરત કરી દીધી હતી તેમછતાં વધુ વ્યાજ અને નાણાની માંગણી કરી હતી. આરોપીઓએ યુનિયન બેંકમાંથી લીધેલી લોનમાં મને ગેરેન્ટર તરીકે રાખ્યો હતો અને લોન ભરપાઇ કરી નહોતી. જેથી બેંકે મારા મકાનનો કબજો લેવા માટે કલેક્ટરને ફરિયાદ કરી હતી, જેથી કલેક્ટરને મકાનનો કબજો લેવા માટે હુકમ કર્યો હતો. આરોપીઓએ નાણા ધિરધારના લાયસન્સ વગર વ્યાજે નાણા ધિરાણ કરીને વધુ પડતુ વ્યાજ વસુલ કરીને મારી સાથે ઠગાઈ કરી હતી. આ મામલે મેં વ્યાજખોર પિતા-પુત્ર સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળ્યો
વડોદરા શહેરના પ્રતાપનગર પાસે સોમા તળાવ રેલવે ટ્રક નજીક એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. આ મામલે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.
અટલ બ્રિજ પર અકસ્માતમાં યુવાનનું મોત
વડોદરા શહેરના સૌથી લાંબા અટલ બ્રિજ પર અકસ્માતમાં પહેલુ મોત થયું છે. ગત રાત્રે બાઇક પર જઇ રહેલા યુવાનનું બાઇક સ્લીપ ખાઇ જતા યુવાનનું મોત થયું હતું. આ મામલે ગોત્રી પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.
.