- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- Women In Bhachau Worshiped Kantha Gore For World Peace, Fasted For The Whole Month And Donated Gold And Silver Studded Items During The Month.
કચ્છ (ભુજ )10 કલાક પેહલા
- કૉપી લિંક
હિન્દુ ધર્મમાં અતિ મહત્વ ધરાવતા પુરુષોત્તમ માસ નિમિતે સમગ્ર કરછમાં ભક્તિ ભાવ સાથે ભાવિકોએ પૂજા અર્ચના સાથે દાન પુણ્ય કર્યું, દર ચોથા વર્ષે આવતા અધિક માસની શ્રદ્ધાળુઓ દ્વારા સત્સંગ, સંયમ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી ત્યારે ભચાઉમાં મહિલાઓએ એક સંપ સાથે અનોખી રીતે આધિકની આરાધના કરી છે. જ્યાં આખો માસ માત્ર ફળાહાર કરી ઘર , પરિવાર અને સમગ્ર જગતના સુખ-શાંતિ માટે યુવતીથી લઇ વૃદ્ધા બહેનોએ દરરોજ ત્રણથી ચાર કલાક સુધી પૂજા અર્ચના કરી હતી. જેના છેલ્લા દિવસે મંદિરના જરૂરતમંદ પૂજારીને સોના ચાંદી જડિત વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી માનવતા દાખવી હતી.
નવી ભચાઉમાં આવેલી ભાવેશ્વર સોસાયટી ખાતેની 60 થી 70 જેટલી નાની મોટી વયની મહિલાઓએ પુરુષોત્તમ માસ દરમિયાન સાઈધામ ખાતે સર્વેના કલ્યાણ અર્થે એક ટેકથી પૂજા પાઠ કર્યા હતા. મંદિર સંકુલ ખાતે કાંઠા ગોરમાંની સ્થાપના કરી હતી, જ્યાં પાસે રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવી ધાર્મિક રીતી રિવાજ મુજબ પૂજન અર્ચન કર્યું હતું. આ પૂજામાં દરરોજ સવારે 9.30 થી 12 વાગ્યા સુધીના સમયમાં દેવસ્થળે માટીના બનાવેલા પાંચ લાડુ બેસાડી તેના સન્મુખ ભગવાનના કીર્તન, બોધકથા, આરતી કરવામાં આવી હતી. આરતી બાદ દરેક ભાવિક મહિલાઓ દ્વારા પોતાની સાથે મીઠાઈ અને ફરાળી વાનગીઓ બનાવી ભગવાનની મૂર્તિને થાળ ગાઈ માનસિક ભોજન અર્પણ કરાઈ હતી.
આ વિશે સ્થાનિકના વડીલ મહિલા બધીબેન્ વિશનજી પઢારીયાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ માસ દરમિયાન દરેક વ્રતધારી બહેનોએ પૂજા સાથે પક્ષીઓને ચણ, ગાયોને ચારો અને ભુખ્યાઓને ભોજન રૂપી દાન આપ્યું હતું. એટલુજ નહિ મંદિરના પૂજારી માટે યથાશક્તિ રકમ દાન કરી એકઠી થયેલા રૂપિયાથી ચાંદીના પાયલ અને સોના જડિત વસ્તુ આપવામાં આવી હતી. આજે મંગળવાર સાંજે પુત્ર અને વહુઓ માટે સિખ આપત્તું નાટક પણ મહિલાઓએજ ભજવી ભગવાનના ગુણગાન કર્યા હતા. આવતીકાલ સવરે સમૂહ પ્રસાદ યોજાશે. કાંતાબેન ક્રશન પઢારીયા, મેનાબેન , પાર્વતીબેન પ્રજાપતિ, ચંપાબેન કરિયા વગેરે બહેનો આયોજન વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા.