Women at the forefront of Youth Congress on Independence Day | આવતીકાલે ‘શક્તિ સુપર શી’ કાર્યક્રમનું આયોજન કરી દેશભરમાં મહિલાઓના હાથે ધ્વજવંદન કરાવશે

Spread the love

અમદાવાદ24 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દેશભરમાં 77મો સ્વતંત્રતા દિવસની ઉજવણી ભારતભરમાં ધૂમધામથી કરવામાં આવશે ત્યારે ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા દેશમાં દરેક રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે મહિલાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેના વિશે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષા પરીખે પત્રકારો સાથે વાતચીતમાં “શક્તિ સુપર શી” કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.

દેશભરમાં મહિલાઓના હાથે ધ્વજવંદન કરાવવામાં આવશે
તાજેતરમાં બેંગ્લોર ખાતે ભારતીય યુવા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી હતી. દેશને મજબૂત કરવા માટે મહિલાઓની ભાગીદારી અત્યંત જરૂરી છે. યુવા કોંગ્રેસ દ્વારા “શક્તિ સુપર શી” કાર્યક્રમ યોજીને 15મી ઓગસ્ટનાં દિવસે દેશભરમાં મહિલાઓના હાથે ધ્વજવંદન કરાવવામાં આવશે.ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મનીષા પરીખે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને લઈને અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે, મહિલાઓ પરના અત્યાચારો વધી રહ્યા છે તેને રોકવા માટે મહિલાઓને જાગૃત થવું જરૂરી છે. મહિલાઓ આગળ આવે અને અસમાનતાને દૂર કરવા માટે યુથ કોંગ્રેસે “શક્તિ સુપર શી” પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેથી દેશની દરેક મહિલા તેના અધિકારો અને હિસ્સા માટે કોઈના પર નિર્ભર ન રહે.

યુવા કોંગ્રેસ મહિલાઓ માટે અનેરું પ્લેટફોર્મ પૂરું પાડશે
કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હંમેશા વધુ ને વધુ મહિલાઓને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે ભારતીય યુવા કોંગ્રેસે સંગઠન સ્તરે 33% મહિલા અનામત હેઠળ સંગઠનમાં મહિલાઓની મહત્તમ ભાગીદારી કરવાનો પ્રયાસ કર્યો છે. યુથ કોંગ્રેસ ભૂતકાળમાં પણ અનેક કાર્યક્રમો દ્વારા આવા પ્રયાસો કરતી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણસિંહ વણોલે કહ્યું કે “શક્તિ સુપર શી” કાર્યક્રમ દેશની મહિલા શક્તિના સશક્તિકરણ માટે એક પ્રયાસ છે, જ્યારે ભારતની દરેક મહિલા તમારી સશક્ત નહી થાય ત્યાં સુધી ભારત એક મજબૂત રાષ્ટ્ર ન બની શકે. યુવા કોંગ્રેસ મહિલાઓ માટે અનેરું પ્લેટફોર્મ પૂરું પાડશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *