અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક
રખડતા ઢોર નિયંત્રણ પોલીસીનો અમદાવાદમાં આવતીકાલે એક સપ્ટેમ્બર થી અમલીકરણ શરૂ થવા જઈ રહ્યો છે જેના પગલે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા રોડ પર રખડતા ઢોર પકડવા માટે વિવિધ ઝોન વોર્ડના વિભાગને મહત્વની સૂચના અંગેનો એક પરિપત્ર કર્યો છે. જોકે આ પરિપત્રમાં જેટલી પણ સૂચનાઓ લખવામાં આવી છે તે મુજબની સૂચનાઓ અગાઉ પણ આપવામાં આવી છે. ભૂતકાળમાં અને રખડતા ઢોર નિયંત્રણ પોલિસીના અમલીકરણ માટે કરવામાં આવેલા પરિપત્રમાં જે પણ સૂચનાઓ અપાઇ છે તેનો 50 ટકા અમલ પણ આજ દિન સુધી થયો નથી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે જે નવો પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ પરિપત્રનો સીએનસીડી વિભાગ અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ કરે છે કે કેમ તે સવાલ ઉભો થઈ રહ્યો છે
રખડતા પશુ પકડવાની કામગીરીની ઝોન/વોર્ડ/વિભાગને મહત્વની જનરલ સુચનાઓ
– ઝોન કક્ષાએ રખડતા પશુ પકડવાની કામગીરીનું મુખ્ય સુપરવિઝન તથા વિવિધ વિભાગ સાથે આ સંદર્ભમાં સંકલન સંબધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કરવાનું રહેશે.
– ટીમ લીડર તરીકે મ્યુનિ.સ્ટાફ એસ. આઈ. એ/ એસ.એસ.આઈ.એ રખડતા પશુ પકડવાની રૂટની કામગીરીનું સંચાલન કરશે તથા તે મુજબ મુવમેન્ટ દરમ્યાન ટીમ સ્ટાફને એસ.આર. પી. પોલીસ સ્ટાફ દ્વારા સલામતીની વ્યવસ્થા પુરી પાડવાની રહેશે.
– તમામ કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફે ફાળવેલા ઝોનની ઝોનલ ઓફિસ ખાતે હાજરી ભરવાની રહેશે.
– કામગીરી સંબંધિત જરૂરી સલામતી માટે પોલીસ કોન્સ્ટેબલ / એસ.આર.પી, સ્ટાફ દરેક ઝોનમાં ટીમમાં ફાળવી આપવાના રહેશે.
– આ કામગીરી ઝોનના આસી.મ્યુનિ. કમિશનર(સિની) / એચ.ઓ.ડી. જનરલ અગાઉથી જે-તે વોર્ડમાં નકકી કરે તે વોર્ડના આસી.મ્યુનિ.કમિશનરની દેખરેખ, સુપરવિઝન તથા સુચના મુજબ ટીમે કામગીરી કરવાની ઔશે.
– મ્યુનિ કોર્પોરેશન સ્ટાફ, પોલીસ સ્ટાફ / આઉટસોર્સ સ્ટાફની જે તે માસના પછીના માસની હાજરી તથા રજા જેવી વિગતો ઝોનલ કચેરીની વહીવટી શાખાના આસી.મેનેજરે જે વોર્ડમાં હોય તે વોર્ડના આસી.મ્યુનિ.કમિશનર મારફતે જે તે ખાતાને મોકલવાની રહેશે.
– ઝોનની દરેક ટીમને ૮ કલાકની બે ત્રણ શીફ્ટમાં કામગીરી કરવા વાહનો તથા ટીમ ફાળવવામાં આવે છે.
– ઝોનના સિની. આસી. મ્યુનિ.કમિશનર, એચ.ઓ.ડી.-જનરલ જેને વોર્ડના આસી.મ્યુનિ. કમિશનર, ઝોનનાં હદને અડીને આવેલ બાજુના ઝોન / વોર્ડના આસી.મ્યુનિ.કમિશનર તથા કામગીરી વિસ્તારના પોલીસ સ્ટેશન, આસી પોલીસ કમિશનર પોલીસ-ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી સંયુક્ત ડ્રાઇવ, અન્ય કામગીરી દ્વારા અસરકારક કામગીરી કરાવી શકાશે.
– જીપ, ટ્રેકટર ટ્રોલી, સીટી રાઇડ દબાણ ગાડી જેવા વિવિધ સાધનો વાહનો તથા ડ્રાઈવર સાથેની વ્યવસ્થા સેન્ટ્રલ વર્કશોપ દ્વારા કરવાની રહેશે. દરેક ઝોનની કચેરીમાં આ વાહનો સાધનો તથા સ્ટાફના વાહનોના પાર્કિંગની વ્યવસ્થા ઝોનલ કચેરી જે વોર્ડમાં આવેલ હોય તે વોર્ડના આસી. મ્યુનિ. કમિશનરે કરવાની રહેશે.
– ઝોનલ ટીમ દ્વારા પકડાયેલા પશુઓ કેટલ પોન્ડમાં જમા કરાવવાના રહેશે.
– જે તે ઝોન / વોર્ડમાં ફાળવેલ ટીમોને કોઇ વિસ્તારમાં સંયુક્ત ડાઇવ હાથ ધરવા સુપ્રિન્ટેન્ડેન્ટ – જાણ કરતો તે મુજબની એચ.ઓ.ડી. સીએનસીડી મધ્યસ્થ કચેરી નકકી કરી ઝોનને અગાઉથી કામગીરી કરાવી શકાશે.
– રખડતા પશુ પકડવાની તથા ત્રાસ અટકાવ નિયમન અંગેની પદાધિકારીઓની રજુઆતો વોર્ડ કમિટિ, ફરિયાદ નિવારણ સમિતિની રજુઆતો નાગરિકો દ્વારા ઝોન / વોર્ડમાં આવતી CCRS તથા અન્ય ફરિયાદોનો નિકાલ, તેમજ વીઆઇપી વીવીઆઈપી કાક્રમો, સભા, રૈલી તથા રૂટ મોનીટરીંગ જેલી વિવિધ કામગીરી ટીમો દ્વારા વીર્ડના આસી.મ્યુનિ.કમિશનરે કામગીરી કરાવવાની હેશે.
– ઝોનના આસી. મ્યુનિ. કમિશનર(સીનીયર) – એચ.ઓ.ડી. (જનરલ) દ્વારા 8 કલાકની પ્રત્યેક શીફટમાં નિયત લક્ષ્યાંક મુજબ રખડતા પશુઓ પકડાય તે મુજબ કામગીરીનુ અગાઉથી આયોજન કરી જેતે વોર્ડના આસી. મ્યુનિ. કમિશનર દ્વારા તે મુજબ ટીમો પાસે કામગીરી કરાવવાની રહેશે.
– રખડતા પશુ પકડવાની કામગીરી માટે સ્ટાફની હાજરી કે વાહનો સાધનો ઝોનલ કચેરીમાં પાર્કિંગ સલામતી જેવી વિવિધ વ્યવસ્થા ઝોન કચેરી જેતે વોર્ડમાં હોય તે ખસી, મ્યુનિ. કમિશનરે ગોઠવી તથા સ્પેસ ઓફિસ ફાળવવાની રહેશે.
– નાગરિકો દ્વારા આવતી CCS / અન્ય ફરિયાદોનું એનાલીસીસ કરી ચોક્કસ નાગરિકો વિસ્તારમાંથી વધારે માત્રામાં આવતી ફરિયાāવાળા વિસ્તાર વોર્ડમાં વિભાગના તમામ સ્ટાફ-સાધન સાથે રાખી સંયુક્ત ડ્રાઇવ કરાવી કામગીરી કરાવી શકાશે.
– વોર્ડની કામગીરી માટે ઝોનમાંથી સીએનસીી ટીમ ફાયવામાં આવે તે દિવસે / સમયે એસ્ટેટ, સૌ.વ.મૈ.. જેટ, પોલીસ, ટ્રાફિક વિગેરે સાથે સંકલન કરી વોર્ડની અન્ય ટીમો સામેલ રાખી વોર્ડના આસી. મ્યુનિ. કમિશનરની સીધી દેખરેખ તથા સુચના મુજબ અસરકારક સંયુક્ત કામગીરી કરવાની રહેશે.
.