Western Railway Bandra Terminus-Gorakhpur special train trips extended | વેસ્ટર્ન રેલવે બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન ટ્રીપ્સ લંબાવવામાં આવી

Spread the love

વડોદરાએક કલાક પેહલા

  • કૉપી લિંક

વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ ટ્રેન નંબર 05054/05053 બાંદ્રા ટર્મિનસ – ગોરખપુર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સને સમાન રચના, સમય, હોલ્ટ અને માર્ગ પર વિશેષ ભાડા પર લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

27 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી
આ અંગે પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 05054 બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવારે 22.45 વાગ્યે ઉપડશે અને સોમવારે 06.25 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેનને 28મી ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 05053 ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ શુક્રવારે ગોરખપુરથી 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનને 27મી ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી છે.

કયા-કયા સ્ટેશન આવશે?
આ ટ્રેનના માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા,રતલામ, કોટા, ગંગાપુર સિટી, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, આઈશબાગ, બાદશાહનગર, ગોંડા , બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં આરક્ષિત સેકન્ડ ક્લાસ સીટિંગ અને અનરિઝર્વ્ડ જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

વેબસાઈટ પરથી વધુ માહિતી મળશે
ટ્રેન નંબર 05054ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 2જી સપ્ટેમ્બર 2023ના રોજ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. હોલ્ટના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *