Went to second floor to light lamp in Rajkot, didn’t come down for 25 minutes, family ran, found unconscious and shifted to hospital, but declared dead | રાજકોટમાં દીવાબત્તી કરવા બીજા માળે ગયા, 25 મિનિટ સુધી નીચે ન આવતા પરિવાર દોડ્યો, બેભાન મળતા હોસ્પિટલ ખસેડ્યા, પણ મૃત જાહેર

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Went To Second Floor To Light Lamp In Rajkot, Didn’t Come Down For 25 Minutes, Family Ran, Found Unconscious And Shifted To Hospital, But Declared Dead

રાજકોટ2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મૃતકની ફાઈલ તસવીર.

છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો ચિંતા જનક રીતે આગળ વધી રહ્યા છે જેમાં આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. વધુ એક હાર્ટ એટેકના બનાવમાં રાજકોટના રહેવાસી અને ખોડલધામના ટ્રસ્ટી તમેજ ઉદ્યોગપતિ કલ્પેશ ટાંટીનું મોત નિપજયાનું સામે આવતા લેઉવા પટેલ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. ગઈકાલે સાંજના સમયે તેઓ પોતાના ઘરના મંદિરમાં દિવાબત્તી કરતા હતા. દરમિયાન આવેલો એટેક જીવલેણ સાબિત થયો છે.

સારવાર મળે તે પહેલા જ તેમનું મોત
રાજકોટ નાના મવા રોડ પર આવેલ શ્રીરાજ રેસીડેન્સીમાં તુલસીપત્ર નામના બંગલામાં રહેતા કલ્પેશભાઈ વલ્લભભાઈ તંતી (ઉં.વ.46) ગઈકાલે સાંજે 7.45 વાગ્યે પોતાના ઘરે બીજા માળે દિવાબત્તી કરવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ 25 મિનિટ સુધી નીચે ન આવતા પરિવારજનો તપાસ કરવા માટે ઉપર ગયા તો કલ્પેશભાઈ બેભાન હાલમાં ઢળેલા પડ્યા હતા. તેમને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.

18 વર્ષનો પુત્ર અને એક 15 વર્ષની પુત્રી
બનાવ અંગે જાણ થતા પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મૃતક કલ્પેશભાઈને સંતાનમાં એક 18 વર્ષનો પુત્ર અને એક 15 વર્ષની પુત્રી છે. તેઓને સડકપીપળીયા પાસે સનનાયકા નામની પોલીમર્સનું કારખાનુ આવેલું છે અને તેઓ મકાનના વ્યવસાય સાથે પણ જોડાયેલા હતા. બનાવથી તંતી પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *