Weiwai attacked Weiwai | બોટાદ શહેરમાં લવ મેરેજની દાજ રાખી દિકરાના પિતા પર દિકરીના પિતાએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા

Spread the love

બોટાદ4 કલાક પેહલા

  • કૉપી લિંક

શહેરના પાળીયાદ રોડ પર આવેલા એસટી બસ સ્ટેશન સામેની મેડિકલ પાસે આજે સાંજના 5થી 6 કલાક દરમ્યાન એક શખ્સ પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરાયો હતો. જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી ફરીયાદની તજવીજ હાથ ધરી હતી.

પ્રાથમિક મળતી વિગતો મુજબ બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર આવેલા એસટી ડેપો સામે આનંદ મેડિકલ સ્ટોર પાસે આજે સાંજના 5થી 6 કલાક આસપાસ એક વ્યક્તિ જેમનું નામ મનોજ મણીલાલભાઈ માલવાણીયા (ઉ.53) બોટાદના તેમના વેવાઈ હિમાંશુ મહેન્દ્રભાઈ પંડ્યા ગીતા ચોક ધર્મનાથ ફ્લેટ ભાવનગ વાળાએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.

ભાવનગરના હિમાંશુ પંડ્યા કે તેમની દીકરીએ એક વર્ષ પહેલાં બોટાદના મનોજભાઈના દીકરા સાથે લવ મેરેજ કર્યા હતા. જે મામલે બંને પરીવારો વચ્ચે માથાકૂટ ચાલતી હતી. જે બાબતે આજે સાંજના 5થી 6 વાગ્યાની આસપાસ પાળીયાદ રોડ પર હિમાંશુભાઈ તેમની દિકરીને મળવા માટે આવ્યા હતા, પરંતુ લવ મેરેજ કરનારા બંને પતિ-પત્ની હાજર ન હતા. જેથી દીકરાના પિતાએ હિમાંશુભાઈને કહ્યું કે તેઓ બહાર ગયા છે. જેથી હિમાંશુભાઈ ઉશ્કેરાઈ જઈને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. મનોજભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે બોટાદ શહેરની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચી બનાવને અનુસંધાને ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને ઈજાગ્રસ્ત મનોજભાઈએ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *