Water leak repair completed in 8 hours | પાણી ગળતરનું સમારકામ 8 કલાકમાં પૂર્ણ

Spread the love

મુંબઈ19 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • લોખંડવાલા, મિલ્લતનગર, સરદાર પટેલ નગરમાં પુરવઠો પૂર્વવત

કે વેસ્ટ વોર્ડની હદમાં અંધેરી પશ્ચિમ ખાતે આદર્શનગર રસ્તો, ટ્વિંકલ એપાર્ટમેન્ટની સામે 1200 મિલિમીટર વ્યાસની જળવાહિની એક જગ્યાએ ફાટતાં મોટે પાયે પાણી વહેવા લાગ્યું હતું. મહાપાલિકાના હાઈડ્રોલિક વિભાગ અને વોર્ડના અધિકારી, કર્મચારી, કામગારોએ ત્યાં પહોંચીને યુદ્ધને ધોરણે કામ હાથમાં લીધું અને ફક્ત આઠ કલાકમાં રાત્રે 11.00 વાગ્યે દુરસ્તી કામ પૂર્ણ કર્યું.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) પી વેલરાસૂના માર્ગદર્શનમાં આ કામ પાર પાડવામાં આવતાં લોખંડવાલા કોમ્પ્લેક્સ, વિસ્તાર, મિલ્લતનગર, સરદાર વલ્લભભાઈ પટેલ નગર અને મ્હાડા વિસ્તારમાં ગુરુવારે પાણીપુરવઠો યથાવત અને નિયમિત અનુસાર મળ્યો હતો. સ્પેશિયલ એન્જિનિયરિંગના ડેપ્યુટી કમિશનર ચક્રધર કાંડલકર અનુસાર બુધવારે 2.45 વાગ્યે આદર્શ નગર જળબોગદાથી મિલ્લતનગર દરમિયાન 1200 મિલિમીટર વ્યાસની જળવાહિની આદર્શનગર રોડ ખાતે ફાટી ગઈ હતી. વેલ્ડિંગ કરેલું લોખંડનું વર્કિંગ મેનહલ ખૂલી જતાં પાણી બહાર વહેવા લાગ્યું હતું.

આ પછી મહાપાલિકાની ટીમે યુદ્ધને ધોરણે સમારકામ હાથમાં લીધું હતું. સૌપ્રથમ પાણીપુરવઠો બંધ કરીને ગળતર રોકવામાં આવ્યું. આ પછી તુરંત સમારકામ શરૂ કરીને વર્કિંગ મેનહોલ નવેસરથી બેસાડવામાં આવ્યું. 15 જણની ટીમે સળંગ આઠ કલાક મહેનત કરીને જળવાહિની દુરસ્ત કરી નાખી. હાઈડ્રોલિક વિભાગના અધિકારી પુરુષોત્તમ માળવદેએ જણાવ્યું કે મહાપાલિકા વતી મુંબઈગરાને અવરોધ વિના અને નિયમિત રીતે પાણી પુરવઠો કરવામાં આવે છે. મુંબઈમાં ભૂમિગત અથવા અમુક ઠેકાણે ઉન્નત જળવાહિની દ્વારા પાણીપુરવઠો કરવામાં આવે છે. આવા સંજોગોમાં ભૂમિગત જળવાહિનીમાં જો ગળતર થાય અને પાણીપુરવઠામાં અવરોધ પેદા થાય ત્યારે દુરસ્તી કામ તુરંત હાથમાં લઈ શકાય તે માટે જળવાહિનીઓ પર અમુક ઠેકાણે વેલ્ડિંગ કરીને લોખંડના વર્કિંગ મેનહોલ ગોઠવવામાં આવ્યા છે, જેથી ગળતર થાય અથવા જળવાહિની ફાટે તો અધિકારી, કર્મચારીઓને જળવાહિનીમાં ખરાબી ચોક્કસ ક્યાં છે તે શોધીને દુરસ્તી કરવાનું શક્ય બને.

પાણીપુરવઠામાં અવરોધ નહીં
આ જ રીતે અંધેરીમાં બુધવારે વર્કિંગ મેનહોલ નીકળી જતાં પાણી મોટે પાયે વહેવા લાગ્યું હતું. આથી સમારકામ તો હાથમાં લેવાયું, પરંતુ ગુરુવારે અમુક વિસ્તારોમાં પાણી નહીં આવે એવી શક્યતા હતી, પરંતુ મહાપાલિકાની વિવિધ ટીમોએ એકધાર્યા કલાકો સુધી જહેમત લઈને જળવાહિની સમારકામ કરતાં પાણીપુરવઠામાં કોઈ અવરોધ આવ્યો નહોતો.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *