વલસાડએક કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ ઉપર સફળતાપૂર્વક લેન્ડ કરતાં દેશમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.આ ઐતિહાસિક સિધ્ધિની ઉજવણી માટે વલસાડમાં પાલિકા દ્વારા ગાંધી લાયબ્રેરી ખાતે ડિજિટલ ડિસ્પ્લે દ્વાાર ચંદ્રયાનના લેન્ડિંગનું લાઇવ પ્રસારણ કરાતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.જ્યાં ફટાકડા ફોડીને કર્મીઓ અને લોકોએ સફળતાની ઉજવણી કરી હતી.
વલસાડ સ્ટેડિયમ રોડ ઉપર જલારામ રામ રોટી ચોક ઉપર ગાંધી લાયબ્રેરીના નવ નિર્મિત બિલ્ડિંગના પરિસરમાં સીઓ અને પાલિકા સિટી ઇજનેર હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ દેશવાસીઓને ભારતના સૌથી મોટા મિશન ચંદ્રની સપાટી ઉપર સફળ ઉતરાણ કરવા મોકલેલા ચંદ્રયાન-3ના વિક્રલ લેન્ડરનું સફળ લેન્ડિંગના લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરાઇ હતી.જ્યાં તિરંગા સાથે કમલેશ ભંડારી, મહેશ ચૌહાણ સહિત પાલિકાની કર્મચારીની ટીમે લાઇવ પ્રદર્શન જોયું હતું.
.