Violation of rules by private bus drivers | રક્ષાબંધનના તહેવારે અધધ મુસાફરો ભરીને બેફામ દોડતી ખાનગી બસો

Spread the love

અમદાવાદએક કલાક પેહલા

  • કૉપી લિંક

નવા વાડજથી ભરાયેલી આ બસો છે. જે વાડજ પોલીસ મથક અને નારણપુરા પોલીસ મથકની સામેથી જ ઉપડે છે. ખાનગી બસ ચાલકો દ્વારા બસો ફુલ ભરવામાં આવે છે તેમજ વધારે કમાવાની લાલાચે લોકોના જીવ જોખમમાં મુકીને બસના છાપરા પર બેસાડવામાં આવે છે. આવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. તહેવારોના સમયે લોકો પોતાના વતન તરફ પાછા ફરતા હોય છે. આવા સમયે ખનગી બસ ચાલકો રૂપિયાની લાલચમાં આવી રીતે લોકોના જીવ જોખમમાં મુકતા જોવા મળ્યા છે.

વધારે કમાવાની લાલચે લોકોના જીવ જોખમમાં મુકતા બસ ચાલકો
નજીકમાં રક્ષાબંધનના તહેવાર હોવાથી મજૂર વર્ગ પોતના વતન તરફ જતા હોય છે. તેવા સમયે ખાનગી બસોની છત પર બેસીને રાજસ્થાન જવા મજબુર બન્યો છે. જોકે દર તહેવારના સમયમાં આવા દ્રશ્યો જોવા મળે છે. લોકોના જીવ જોખમમાં મુકીને કમાવાની લાલાચે કાઈ અઘટીત બને તો જવાબદારી કોની તેની સામે સવાલો ઉભા થયા છે. તાજેતરમાં બનેલા અકસ્માતથી સામાન્ય લોકોને દંડતી પોલીસના આ મુદ્દે આંખ આડા કાન કરી રહી છે.

આવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય
ખાનગી લકઝરી બસોમાં રોડ ટ્રાન્સપોટેશનના નિયોમોનો છેડેચોકે ભંગ કરી બસની અંદર ધારાધોરણ કરતા વધુ મુસાફરો બેસાડાય છે. તેમ છતાં વધુ કમાણીની લ્હાયમાં બસની છત ઉપર મુસાફરોને બેસાડવામાં આવતા હોય છે. ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓની બેફામ દોડતી અને સરકારના બનાવેલા રોડ ટ્રાન્સપોર્ટ ના તમામ નિયમોને બસોના તોતિંગ ટાયરો નીચે કચડતી દોડી રહી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *