અરવલ્લી (મોડાસા)એક કલાક પેહલા
- કૉપી લિંક
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ જાણે ખોવાયો હોય એવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે, અરવલ્લી જિલ્લામાં પણ એક માસ જેટલા સમયથી વરસાદ નથી. ત્યારે ભગવાન જ એક માત્ર વરસાદ લાવી શકે એવી ભાવના સાથે યજ્ઞ કરાયો હતો.
અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસે શરૂઆતમાં સોળ આની વરસાદ થયો. જેના કારણે ખેડૂતોએ 1,92,000 હેક્ટર જમીનમાં મગફળી, સોયાબીન, કપાસ, મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. શરૂઆતના વરસાદના કારણે પાણી પણ ખેતીપાકને પૂરતું મળી રહ્યું હતુ. જેના કારણે સરસ મજાનો પાક ખેતરમાં લહેરાઈ રહ્યો હતો.
ખેડૂતો એ પણ પાક બચાવવા માટે રાસાયણિક ખાતર, બિયારણ, દવાઓ દ્વારા સારી માવજત કરી છે. હવે ખરા સમયે પાણીની કસર છે ત્યારે, છેલ્લા એક માસથી વરસાદ ખેંચાયો છે. જેથી પાણી વગર ખેતીપાકમાં ઈયળો, ઉધઈ જેવા રોગોનો ઉપદ્રવ જોવા મળ્યો છે. પાક પણ સુકાવા લાગ્યો છે ત્યારે, હવે વરસાદ જ એક વિકલ્પ છે.
રિસાયેલ વરસાદને મનાવવા માટે ભગવાનની પ્રાર્થના જ મુખ્ય છે. એમ માની મેઘરજ નગરમાં ગ્રામજનો દ્વારા પર્જન્ય યજ્ઞનું આયોજન કરાયું છે. યજ્ઞમાં અલગ અલગ વૈદિક ઔષધિઓ દ્વારા હોમ આપી ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે ભૂદેવો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.
.