નવસારી7 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત દેશ 1947માં આઝાદ થયો અને વિભાઝન થયું. એક તરફ દેશ આઝાદીની ખુશી હતી તો બીજા તરફ વિભાજનનું દુઃખ અનેક હિંદુ મુસ્લિમ લોકોના કત્લ થયા હતા. જેને કારણે મહાત્મા ગાંધીથી લઈને દેશના અગ્રણીઓ ક્રાંતિકારીઓ આઝાદીની ખુશી રંજ સાથે ઉજવી હતી. ભારત દેશ પરિવાર અખંડ બને તે સંકલ્પ સાથે કરુણાનિકાની નવસારી શહેરમાં એક મશાલ રેલી કાઢવામાં આવી હતી.
14 મી ઓગસ્ટ 1947માં થયેલા અખંડ ભારતના ટુકડાથી વ્યથિત થઈ હિન્દુ સંગઠન સહિત ભાજપ દ્વારા પરિવાર ભારત અખંડિત બને તે સંકલ્પ સાથે મસાલ રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં વંદે માતરમના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ રેલીમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પાલિકાના પ્રમુખ જીગીશ શાહ સહિત મોટી સંખ્યામાં ભાજપ સંગઠનના અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત બજરંગ દળ ના અગ્રણીઓ પણ જોડાયા હતા.