પંચમહાલ (ગોધરા)4 કલાક પેહલા
- કૉપી લિંક
ગોધરા શહેરના ખાડી ફળિયા અને સચ્ચિદાનંદ સોસાયટી વિસ્તારના સ્થાનિક લોકોને છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે અને નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવતી નથી. જેને કારણે ત્યાંની સ્થાનિક મહિલાઓએ વરસાદી પાણીના નિકાલની કામગરીને બંધ કરાવી હતી. જો પીવાના પાણીની સમસ્યાને હલ કરવામાં નહીં આવે તો કામગીરી પણ નહીં કરવા દેવામાં આવે તેવું આક્રોશ સાથે જણાવ્યું હતું.
ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા ચિત્રા ખાડીમાં વરસાદી પાણીના નિકાલ માટે ગોધરા નગરપાલિકા દ્વારા ખોદકામ કરી કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ખોદકામ દરમિયાન પીવાના મેઇન પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યા હલ કરવામાં આવતી નથી. જેના લીધે ખાડી ફળિયા અને સચ્ચિદાનંદ સોસાયટીના 2500થી 3000ના સ્થાનિક લોકોને પીવાના પાણીના હાલ બેહાલ બની ગયા છે.
ગોધરા ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું. કે, અમારા વિસ્તારમાં ભૂતકાળમાં વરસાદી પાણી ભરાવાના લીધે ખોદકામ કરવામાં આવતું હતું, પરંતુ જે સમસ્યા હમણાં થઈ રહી છે તે ખૂબ જ વિકટ બની છે. કારણકે પીવાનું પાણી ન આવવાના કારણે ઘરનું કામકાજ કઈ રીતે કરવું અને નાહવા અને કપડા ધોવા માટે પણ પાણી મળતું નથી. જેના કારણે હમારે બહારથી વેચાતું પાણી લાવી કામકાજ કરવું પડે છે અને દરેકના ઘરના લોકો સશક્ત હોતા નથી અને દરેક ઘરમાં ઉંમરલાયક લોકો હોય છે. જે દૂર સુધી પાણી લાવી શકતા નથી.
જેના કારણે અહીંના સ્થાનિક લોકો પાણી વગર કઈ રીતે પસાર કરે છે. તો અહીંના સ્થાનિક લોકો જ જાણે છે. જ્યારે શિયાળો અને ઉનાળાની સિઝન ચાલતી હોય ત્યારે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જ્યારે ચોમાસુ નજીક આવે એટલે ખાડા ખોદી વિકાસલક્ષી કામગીરી કરાય છે. જેના લીધે રસ્તાઓ વચ્ચે ખાડાઓ જેના પગલે પીવાના પાણીની લાઈન તૂટી જતા આમ નાગરિકને તેનો યાતનાઓ ભોગવવી પડે છે. જેથી આ વિસ્તારમાં લોકોની પીવાના પાણીની સમસ્યા હલ નહીં કરવામાં આવે તો જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી કરવા દેવામાં આવશે નહીં તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.