Vadodara to Ahmedabad rail operations were affected due to goods train derailment | મહેમદાવાદ નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડી, આગામી બે દિવસ માટે 9 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ

Spread the love

અમદાવાદએક કલાક પેહલા

  • કૉપી લિંક

ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીક આજે એક માલગાડીનું વેગન ખડી પડતા અમદાવાદ-વડોદરા વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. અમદાવાદથી વડોદરા તરફ જતી લાઈન ચાલુ છે. જ્યારે વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનોને હાલ રોકી દેવામાં આવી છે. રેલવે વિભાગે ગુડઝ ટ્રેનને ફરી પાટા પર લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

માલગાડીનું વેગન ખડી પડતા ટ્રેન વ્યવહારને અસર
મહેમદાવાદ રેલવે સ્ટેશનની ઉત્તર દિશા બાજુ ગરનાળા પાસેથી આજે સમી સાંજે પસાર થતી એક ગુડ્સ ટ્રેનનુ એકાએક એક વ્હિલ પાટા પરથી ઉતરી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. પણ વડોદરાથી અમદાવાદ જવાનો રેલવેનો વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વડોદરાથી આવતી ટ્રેનો જ્યાં હોય ત્યાં ટ્રેક પર જ સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે નોકરીયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અપ લાઈન ચાલુ રહી છે. જ્યારે ડાઉન લાઈન બંધ થતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.

હાલ મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
કર્ણાવતી ટ્રેન સહિત મુખ્ય ટ્રેનો વડોદરા આસપાસ અટકી ગઈ હતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલવે ટ્રેક પર ખડી પડેલી ટ્રેનને ફરી પાટા પર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ ટ્રાફિક ક્લિયર કરી દેવાશે. મહેમદાવાદથી અમદાવાદ જતા વાત્રક નદીના બ્રિજ નજીક મહિનામાં ફરિવાર આવી દુર્ઘટના બની છે. રેલવેના કર્મચારીઓ દ્વારા હાલ મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે મુજબ રેલ ટ્રાફિકને અસર થશે
વડોદરા ડિવિઝનના મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન પર પાટા પરથી ઉતરી જવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે. પશ્ચિમ રેલ્વેના વડોદરા-અમદાવાદ રેલ વિભાગ પર મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન પર ગુડ્સ ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી જવાને કારણે ડાઉન લાઇન પરનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.

14 ઑગસ્ટ 2023ની રદ કરાયેલી સંપૂર્ણ ટ્રેનો

  • ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર સ્પેશિયલ

15 ઑગસ્ટ 2023ની રદ કરાયેલી સંપૂર્ણ ટ્રેનો

  • ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 20950 એકતા નગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 09318 આણંદ-વડોદરા સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ સ્પેશિયલ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
ટ્રેન નંબર 20950 એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ 14 ઓગસ્ટ 2023 વડોદરા અને અમદાવાદ વચ્ચે રદ રહેશે. મુસાફરોને ઉપરોક્ત કેન્સલેશનને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *