વડોદરાએક કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં પરીન એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી SOGએ 68 હજારથી વધુની કિંમતનું શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડ્યું છે અને એક આરોપીની ધરપડક કરી છે.
શંકાસ્પદ કેમિકલ મળ્યું
વડોદરા SOGને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના બાવરી કુંભારવાડાના ગુજરાત વુડ કમ્પાઉન્ડમાં આવેલ પરીન એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને હાલ કેમિકલનું વેચાણ ચાલુ છે. જેના આધારે વડોદરા શહેર SOGએ રેડ પાડી હતી. આ દરમિયાન ગોડાઉનમાં ભુરા રંગના 4 મોટા બેરલ મળી આવ્યા હતા. આ બેરલોની ચકાસણી કરતા તેમાં ઇથાઇલ એસીટેટ હોવાનું જણાઇ આવ્યું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગીજાય તેવુ અને મીઠી વાસવાળો હતો. બીજા એક બેરલની ચકાસણી કરતા તેમાં ટોલ્યુઇન હોવાનું જણાયું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગીજાય તેવુ અને અલગ જ પ્રકારની વાસ ધરાવતુ હતું.
આધાર-પુરાવા ન મળતા આરોપીની ધરપકડ
વેપારીની પૂછપરછ કરતા તેની પાસે આ કેમિકલ વેચવા માટેના ખરીદ-વેચાણના બીલ કે, પુરાવા મળી આવ્યા નહોતા. જેથી પોલીસે ગોડાઉન માલિક કૃષ્ણકાંત પદમકાંત પરીખ (રહે.મકાન નં-6, ઠક્કરબાપા સોસાયટી, આયુર્વેદિક કોલેજ પાસે, પાણીગેટ, વડોદરા)ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી અગાઉ ભરૂચ, અંકેશ્વર અને રાજકોટમાં કેમિકલના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.
પોલીસે કબજે કરેલો જથ્થો
- ઇથાઇલ એસીસેટ- 840 કિલો, કિં. 50,400 રૂપિયા
- ટોલ્યુઇન કેમિકલ- 180 કિલો, કિં.13,500 રૂપિયા
- મોબાઇલ ફોન-1, કિં. 5000 રૂપિયા
- કુલ 68,900 રૂપિયા
બાતમીના આધારે રેડ કરી
વડોદરા શહેર SOGના પીઆઇ વી.એસ. પટેલે જણાવ્યું હતું કે, બાતમીના આધારે અમે ગોડાઉનમાં રેડ કરી હતી અને શંકાસ્પદ કેમિકલ મળી આવતા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
.