Vadodara communal enmity case, person who made the video viral was caught, about 610 group members; Bail application of accused rejected | વીડિયો ઉતારી વાઇરલ કરનાર શખસ ઝડપાયો, 610 જેટલા ગ્રૂપ મેમ્બર; આરોપીઓની જામીન અરજી નામંજૂર

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Communal Enmity Case, Person Who Made The Video Viral Was Caught, About 610 Group Members; Bail Application Of Accused Rejected

વડોદરા13 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વડોદરા શહેરમાં વિવિધ વોટ્સએપ ગ્રુપ બનાવી કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં અત્યાર સુધીમાં ગોત્રી પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. જે પૈકી અગાઉ પકડાયેલા 3 આરોપીના રીમાન્ડ પૂર્ણ થતાં આજે આરોપીઓને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. પરંતુ ગુનાની ગંભીરતા જોતા આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજુર કરતા ત્રણેય આરોપીઓને જ્યુડિશ્યલ કસ્ટડીમાં વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય 35 શખસોની પૂછપરછ કરાઈ
આ સાથે અગાઉ આ ગુનામાં પકડાયેલા અન્ય પાંચ આરોપીઓ પોલીસ કસ્ટડીના રીમાન્ડ પર હોવાથી તેઓની મુદ્દાઓ આધારીત તપાસ ચાલુ છે. આ ગુનામાં હાલ સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમજ 9 જેટલા શખસોની અટકાયતી પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ અન્ય 35 જેટલા શખસોની પૂછપરછ કરવામાં આવી છે.

વીડિયો ઉતારી વાઇરલ કરનાર ઝડપાયો
આ ગુનાની તપાસ દરમિયાન વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે વીડિયો ઉતારી વાઇરલ કરનાર જુનેદ જાફરભાઇ બાવરચી (ઉ.વ.20 રહે. નવાપુરા, મહેબુબપુરા, વડોદરા તથા કબીર કોમ્પલેક્ષ, ખાટકીવાડ, વડોદરા)નો હોવાનું જણાઇ આવતા આજે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

610 ગ્રુપ મેમ્બર હોવાની વિગતો ખુલી
આ ગુનાની તપાસ દરમિયાન આરોપીઓ બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય તેવા બદઇરાદે જુદા જુદા નામી વોટ્સએપ ગ્રુપ તૈયાર કરી તેમા વીડિયો તેમજ ચેટ વાઇરલ કરવામાં આવી હતી. આ ગ્રુપમાં રહેલા તેમજ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયેલા મેમ્બરો અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદથી તપાસ કરતા આ વોટ્સએપ ગ્રુપમાં કુલ-610 જેટલા ગ્રુપ મેમ્બરો હોવાની હકિકત સામે આવી છે. વોટ્સએપ ગ્રુપમાં અપલોડ, ટેક્ષચેટ, વીડિયો અંગે કોમેન્ટ કરી પ્રોત્સાહનની પ્રતિક્રિયા આપનાર તેમજ કોમી માનસીક્તા ધરાવતા એક્ટીવ ગ્રુપ મેમ્બરોને શોધી કાઢવાની તેમજ તેઓની ગુના સબંધે પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અગાઉ પકડાયેલા આરોપીઓ

  • મુસ્તકીમ ઇમ્તિયાઝ શેખ (રહે. ફતેપુરા, વડોદરા)
  • બુરહાનબાબા નન્નમિયા સૈયદ (રહે.હિના કોમ્પ્લેક્સ, પાણીગેટ, વડોદરા)
  • સાહિલ સહાબુદ્દીન શેખ (રહે.પીરામિતાર મહોલ્લો, રાજમહેલ રોડ, વડોદરા)
  • આકિબ અલી મહેબુબ અલી સૈયદ (રહે. હુશેની ચોક, જેતલપુર ગામ, વડોદરા)
  • મોસીન જીકરુલા પઠાણ (રહે. ધુલ ધોયાવાડ, ફતેપુરા, વડોદરા)
  • નોમાન અબ્દુલ રશિદ શેખ (રહે. કોર્પોરેશન દવાખાનાની સામે, મહેબુબપુરા, નવાપુરા, વડોદરા)
  • અબરારખાન અનવરખાન સિંધી (રહે. 202, મરીયમ કોમ્પ્લેક્ષ, તાંદલજા, વડોદરા)
  • મોઇન ઇબ્રાહિમ શેખ (રહે.રેઇન બશેરા, એકતાનગર, સલાટવાડા રોડ, વડોદરા)

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *