24 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ વડોદરા દ્વારા પ્રવાસન મંત્રીનું સ્વાગત કરાયું
વડોદરા શહેરના સાંસ્કૃતિક વારસાને વધુ ઉન્નત બનાવવા હેતુસર ટીમ વડોદરા દ્વારા આયોજીત ‘પ્રવાસન પર પરિસંવાદ’માં સહભાગી થયેલા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ વડોદરામાં ટુરીઝમને વેગ મળે તે માટે વિકાસના તમામ કાર્યોમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગ વડોદરાની સાથે હોવાનું આજે જણાવ્યુ હતુ. જ્યારે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ ટુરીઝમને વેગ આપવા અટેન્શન, એક્ટ્રેક્શન અને એસોસીએશન જોઇએ. તેમણે આગામી દિવસોમાં વડોદરામાં ભવ્ય વૃન્દાવન પ્રોજેકટ (શ્રી કૃષ્ણ લીલા રાઇડ) બનાવવાનું આયોજન માટે આહવાહન કર્યુ હતું.
સરકાર સાથે છે
કાર્યશાળા અંગેનો વિચાર આવવો અને તાલીમશાળા યોજવી એ વડોદરા પર્યટન ક્ષેત્રે વિકસિત થાય તે માટેનું પ્રથમ પગથિયું તેમ જણાવી, મુળુભાઈ બેરાએ વડોદરા શહેરના પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રના મહત્તમ વિકાસ માટે રાજ્ય સરકાર સાથે હોવાનું જણાવ્યું હતું. એકતાનગર જતા દેશ-વિદેશના પ્રવાસીઓ જ્યારે વડોદરા થઈને જાય છે, ત્યારે પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધા મળે તે માટે તેમણે વિકાસના તમામ કાર્યોમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગ વડોદરાની સાથે હોવાનું જણાવ્યું હતું.

મંત્રીએ વડોદરા ટીમની કામગીરીને બિરદાવી
અહંકાર કરવો નહિં
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યુ હતુ કે, વારંવાર પ્રયત્નો પછી જો અસફળ થાવ તો પણ ફરી પ્રયત્ન કરવાનું ભૂલવું નહી, એ કૃષ્ણ ભગવાન શીખવાડે છે. હવે સમય આવી ગયો છે કે, આ સંસ્કારી નગરીને ફરીથી વિકાસના પ્રયત્નો કરવાનો. તેના માટે જાગૃત કરવા, કોઇને નડવું નહી, અહંકાર કરવો નહી, બળવું નહી અને વિકાસમાં કોઇને અડવું નહી. વડોદરા એ એક શિવનગરી છે, હર અને હરી તો એક બીજાને પ્રેમ કરે છે.

વૈષ્ણવાચાર્યએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું
ઇવેન્ટનું આયોજન થવું જોઇએ
રાજવી સમરજીતસિંહજી ગાયકવાડે જણાવ્યું કે, વડોદરામાં ટુરીસ્ટ આવશે તેના માટે સુવિધાઓ આપવી પડશે તેના પર ભાર મૂક્યો હતો. દેશ – વિદેશથી આવતાં પ્રવાસીને આવકારવા માટે આયોજન કરવું પડશે. 1995થી લક્ષ્મીવિલાસને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકયા પછી દર વર્ષે ત્રણ લાખ પ્રવાસીઓ તેને જોવા આવે છે. વડોદરામાં આવનાર પ્રવાસીઓ માટે વર્ષમાં 4 થી 5 ઇવેન્ટનું આયોજન કરવું જોઇએ.

પ્રબુધ્ધો ઉપસ્થિત રહ્યા
પુસ્તકનું વિમોચન કરાયું
આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે ‘ધ બરોડા કલેક્ટિવ (સ્ટેજ-૨)’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મેયર નિલેશ રાઠોડે સ્વાગત પ્રવચન આપી શહેરમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે તજજ્ઞો દ્વારા કરવામાં આવેલી ચર્ચા-વિચારણાને યથાર્થ જણાવી હતી.

પોલીસ કમિશનર અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા
તમામ વર્ગના લોકો આગળ આવે
ટીમ વડોદરાનું નેતૃત્વ કરી રહેલા વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુકલાએ વડોદરાને વિકસાવવા પક્ષાપક્ષીથી પર થઇ વડોદરા માટે તમામ વર્ગને આગળ આવવા માટે આહવાહન કર્યુ હતુ. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ પ્રેઝન્ટેશન થકી વડોદરાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો વધારે વિકાસ કરવા માટેના ટૂંકા અને લાંબા ગાળાના આયોજનો પર ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
તક્તિનું અનાવરણ
આ કાર્યક્રમ બાદ મંત્રીએ માંડવી ખાતે ‘વડોદરા સિટી હેરિટેજ’ તકતીનું અનાવરણ કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષા વકીલ, ડેપ્યુટી મેયર નંદા જોષી, પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા, પૂર્વ મેયર ભરત ડાંગર, શભ્દશરણ બ્રહ્મભટ્ટ, કાઉન્સિલરો, પ્રવાસન ક્ષેત્રના તજજ્ઞો સહિત વડોદરા શહેરના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
.