વડોદરા4 કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદ-મુંબઇ વચ્ચે બની રહેલા હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટની દેશ ભરમાં ચર્ચા થઇ રહીં છે. વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણાધિન બુલેટ ટ્રેનના એક પિલ્લરનું સ્ટ્રક્ચર અચાનક નમી પડતા તંત્ર દોડતું થયું હતું. નોંધનિય છે કે ગુજરાતમાં બુલેટ ટ્રેનના 8 સ્ટેશન છે. જે પૈકી વડોદરામાં એક જ છે. મોડી રાત્રે પીલ્લર બનાવવા માટે તૈયાર કરેલ સ્ટીલનુ સ્ટ્રકચર એક તરફ નમી પડતા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.
પૂરજોશમાં કામ ચાલે
મળેલી માહિતી પ્રમાણે વડોદરા સ્ટેશન પછીના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી મુંબઇથી આવતી બુલેટ ટ્રેન પસાર થશે, ત્યારે આ હાઇ સ્પીડ રેલ વિશ્વામિત્રી બ્રીજની ઉપરથી પસાર થનાર હોય, તેની માટે પિલ્લર ઉભા કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઇ પણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય તે માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છતાં, સ્ટ્રકચર ઉભુ કરવામાં કોઇ ખામી સર્જાતા અડધા પિલ્લર ઉપરનું સ્ટ્રકચર નમી પડ્યું હતું.
કામગીરી પર સવાલ
ઉલ્લેખનીય છે કે, હાલ વરસાદ કે વાવાઝોડું નથી, છતાં અડધા તૈયાર થયેલા પિલર ઉપર સ્ટીલનુ સ્ટ્રકચર તૈયાર કરાયું હતું. આ સ્ટીલના સ્ટ્રકચર ઉપર આરસીસી ભરવામા આવનાર હતું. પરંતુ આરસીસી ભરવામાં આવે તે પહેલાં સ્ટીલનુ સ્ટ્રકચર નમી પડતા કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે.
ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા
મળેલી માહિતી પ્રમાણે મોડી રાત્રે બનેલી આ ઘટના આ અંગેની જાણ હાઇ સ્પીડ રેલ તંત્રને થતાં તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.નિર્માણાધિન બુલેટ ટ્રેન માટેનો પિલ્લર બનાવવા તૈયાર કરેલ સ્ટીલનું સ્ટ્રકચર અચાનક નમી પડતાં ચકચાર મચી ગઇ હતી.
.