Two people lost their money online due to a small mistake in Rajkot, the Financial Fraud Detection Team froze the accounts of the accused and launched an investigation. | રાજકોટમાં એક નાનકડી ભૂલના કારણે બે લોકોએ ઓનલાઈન પોતાના પૈસા ગુમાવ્યા, નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમે આરોપીઓના એકાઉન્ટ ફ્રીઝ કરી તપાસ હાથ ધરી

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Two People Lost Their Money Online Due To A Small Mistake In Rajkot, The Financial Fraud Detection Team Froze The Accounts Of The Accused And Launched An Investigation.

રાજકોટ3 કલાક પેહલા

  • કૉપી લિંક

સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગ અને ઓનલાઇન ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં લોકોની એક નાનકડી એવી ભૂલથી ધુતારાઓ સોશિયલ ફ્રોડને અંજામ આપી છેતરપિંડી આચરતા હોય છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસની નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમે વધુ બે અરજદારોને ફ્રોડમાં ગયેલ 54,500 રૂપિયા રકમ પરત અપાવી કાર્યવાહી હાથ ધરી છે.

અજાણી વેબસાઈટમાં હોસ્ટિંગ માટે એપ્લાય કરી પૈસા ગુમાવ્યા
રાજકોટના અરજદાર કમલેશભાઈ ભુપતભાઇ પારેખે પોતાના ફોનમાથી વેબ હોસ્ટીંગ નામની અજાણી વેબસાઈટમા એપ્લાય કરેલ હતુ અને બાદમાં આ વેબસાઈટ પર તેની ક્રેડિટકાર્ડ અંગેની માહિતી આપેલ હતી તેમજ અરજદારને એક વર્ષના સમય પૂરતી ફ્રી સર્વિસ પ્રોવાઈડ કરવાની વાત કરેલ હતી. થોડા દિવસ બાદ અરજદારના ક્રેડિટ કાર્ડમાથી રૂ.44,551 કપાયેલનો મેસેજ આવતા અરજદારને તેની સાથે ફ્રોડ થયાનું જાણવા મળ્યું હતું. જે અંગે ગઈ તા-04.08.2023ના રોજ પોલીસ મથકે અરજી આપેલ બાદ ગાંધીગ્રામ પોલીસ ટીમે અરજદારની રકમ ક્યાં એકાઉન્ટમાં ગયેલ તે તપાસ કરી તેનુ એકાઉન્ટ ફ્રીઝ કરાવેલ અને બાદમાં બેન્કનો સંપર્ક કરી અરજદારની ગયેલ રકમ પૂરેપુરી પરત અપાવેલ હતી.

અરજદારના આધારકાર્ડનો ઉપયોગ કરી રૂ.10 હજાર પડાવ્યા
​​​​​​​
જયારે બીજા બનાવમાં રાજકોટના માધાપર ચોકડી રહેતાં નિકુંજભાઈ યોગેશભાઈ પરમારના આધારકાર્ડના ઉપયોગના મારફતે કોઈ અજાણ્યાં વ્યક્તિએ અરજદારના આધારકાર્ડનો ઉપયોગ કરી રૂ.10 હજાર પોતાના એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર કરાવેલ હતા. જે અંગે અરજદારને તેની સાથે ફ્રોડ થયાની જાણ થતાં અરજદારએ તા.19.06.2023ના અરજી આપેલ હતી. જે અંગે અરજદાર સાથે થયેલ છેતરપીંડી સબંધે તપાસ કરતા તેમના રૂપિયા જે એકાઉન્ટમાં ગયેલ તે એકાઉન્ટ ફ્રીઝ કરવી અરજદારની પૂરેપૂરી રકમ પરત કરાવેલ હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *