અમદાવાદ34 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. તેમાં પણ અમદાવાદ ક્રાઈમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં બે શખ્સો હથિયાર સાથે ઝડપાઈ ગયા હતા. આ સમગ્ર બનાવવામાં પોલીસે આરોપી પાસેથી બે તમંચા ને 11 જીવતા કારતુસ કબ્જે કર્યા છે
હથિયાર ખરીદનાર અને વેચનાર સામે ગુનો
મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે રખીયાલમાં બે શખ્સો હથિયાર લઈને વેચાણ કરવા માટે ઉભા છે. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બંને શખ્સોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી 11 હજારની કિંમતના બે તમંચા અને 11 કારતૂસ મળી આવ્યા હતાં. પોલીસે મોહમદ સાબીર અન્સારી અને મોહમ્મદ દિલદારની ધરપકડ કરી હતી. પોલીસે બંને શખ્સોને હથિયારોને લઈને પુછતાં તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના વતન સુલ્તાનપુર ગયા હતાં, ત્યારે રેલવે સ્ટેશન પરથી એક અજાણ્યા માણસ પાસેથી તમંચા અને કારતૂસ ખરીદ્યા હતાં. પોલીસે અજાણ્યો માણસ જેણે હથિયાર વેચ્યા હતાં અને ખરીદનાર બંને શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
.