Two inmates attempt suicide in jail | ગોંડલ સબ જેલમાં એક જ બેરેકમાં રહેતા કાચા કામના કેદીએ સાથે એસિડ ગટગટાવ્યું; રાજકોટ સિવિલમાં એકની હાલત ગંભીર

Spread the love

રાજકોટ19 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગોંડલમાં સબ જેલમાં રહેલા બે કાચા કામના કેદીએ એક સાથે એસિડ ગટગટાવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જેલમાં સાફ-સફાઈની કામગીરી કરતા એક કેદીને હત્યામાં અને એકને દુષ્કર્મના સજા પડશે તેની ચિંતામાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ બંને કેદીની તબિયત લથડતાં તેઓને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાફ-સફાઈની કામગીરી સોંપવામાં આવી હતી
ગોંડલમાં સબ જેલમાં રહેલા કાચા કામના કેદી ત્રિલોકરાય છોટુરામ ચમાર (ઉં.વ.22) અને કમલેશ્વર પ્રસાદ વીરેન્દ્રપ્રસાદ ભવાદી (ઉં.વ.25)એ જેલમાં એસિડ પી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બંન્નેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ત્રિલોક ચમાર જેતપુરમાં હત્યાના ગુનામાં જેલમાં આવ્યો હતો. જેમાં તેણે સાફ-સફાઈની કામગીરી સોંપવામાં આવી હતી. ગઈકાલે ત્રિલોક ચમારે પોતાના પરિવારજનો સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તેઓને જેલમાંથી છોડાવવા માટે કહ્યું હતું. પરંતુ પરિવારજનોએ હાલ જેલમાંથી છોડાવવું શક્ય ન હોય તેવું કહેતા લાગી આવ્યું હતું. જેથી તેને ગઈકાલે એસિડ પી લીધું હતું.

સજા થવાના ડરે આપઘાતનો પ્રયાસ કર્યો
જ્યારે અન્ય કેદી કમલેશ્વર ભવાદી ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં ગોંડલ સબ જેલમાં આવ્યો હતો. જેમાં ભોગ બનનાર દ્વારા હવસખોર કમલેશ્વરની વિરુદ્ધમાં નિવેદન આપતા તેને સજા પડવાની બીક લાગી હતી. તેના કારણે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

બન્ને કેદી એક જ બેરેકમાં હતા
ગોંડલ સબ જેલમાં હત્યાના ગુનામાં આવેલા ત્રિલોક અને દુષ્કર્મના ગુનામાં આવેલા કમલેશ્વર બંને એક જ બેરેકમાં રહેતા અને બંનેને સાફસફાઈની કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ ત્રિલોકને પરિવારજનોએ છોડાવવા શક્ય ન હોવાનું અને દુષ્કર્મના આરોપી કમલેશ્વરને ભોગ બનનારે વિરુદ્ધમાં નિવેદન આપતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેલમાં એકસાથે બે-બે કેદીએ એસિડ પી લેતા જેલતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હાલ બંને કેદીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં કમલેશ્વરની તબિયત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *