Two daughters lost their father’s umbrella on the festival of Raksha Bandhan, a young man fed up with domestic violence took poison and took his own life. | રક્ષાબંધનના તહેવાર પર બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી, ગૃહક્લેશથી કંટાળી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Two Daughters Lost Their Father’s Umbrella On The Festival Of Raksha Bandhan, A Young Man Fed Up With Domestic Violence Took Poison And Took His Own Life.

રાજકોટ7 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરના મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટી શેરી નં.1માં રહેતા 30 વર્ષીય રાજુ ગોરધન માંડાણીએ પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ ટીમ દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૃતક રાજુ માર્કેટીંગ યાર્ડમાં મજૂરી કરતો, અવારનવાર પત્ની સાથે ઝઘડો થતો હોવાથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. રાજુને સંતાનમાં બે દીકરી છે. દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

બનેવી ઉપર સાળાએ ઈંટના ઘા કર્યા
રાજકોટ શહેરના લોધેશ્વર-3માં ગતરાત્રે 10 વાગ્યે આકાશ દીપક જરીયાએ તેના બનેવી 24 વર્ષીય ધવલ અરવિંદગીરી કોટલીયા ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા ધવલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો અને સારવાર લીધી હતી. ધવલ રામનગર માર્કેટ પાસે રહે છે. રાત્રે તે પોતાના ઘરે જતો હતો, ત્યારે આ ઘટના બનેલી હોવાનું ધવલે જણાવ્યું હતું કે, આકાશની બહેન સાથે તેણે 3 વર્ષ પહેલાં લવમેરેજ કર્યા હતા. જે વાતનું મનદુ:ખ રાખી આકાશે ઢીકાપાટુનો માર મારી ઈંટના ઘા પણ કર્યા હતા.પોલીસે નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ચાર બહેનોના ભાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
રાજકોટ જિલ્લાના પડધરીના મોટા રાજપુતપરામાં રહેતો 24 વર્ષિય નિલેષ કડવા ગોહિલ પડધરીમાં ખોડીયાર હોટલ પાસે હતો, ત્યાં ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે પડધરી બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. તેના પરિજનોએ જણાવ્યા મુજબ પડધરીના વિભા રમણ ડોડીયા સાથે નિલેષ 18 વર્ષથી ટુર-ટ્રાવેલ્સનો ધંધો ભાગીદારીમાં ચલાવતો હતો. વિભાગે ભાગીદારી તોડી નાખતા લાગી આવતા નિલેષે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નિલેષ 4 બહેનનો એકનો એક ભાઇ છે. તેને સંતાનમાં 2 પુત્ર છે. બનાવ અંગે જાણ થતાં પડધરી પોલીસે નિવેદન નોંધી તજવીજ હાથ ધરી હતી.

ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત અપાવ્યા

ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત અપાવ્યા

મહિલાની રકમ પોલીસે પરત અપાવી
રાજકોટના અરજદાર હંસાબેન મુકેશભાઈ ચાવડાએ અરજીમાં જણાવ્યું હતું કે, તેઓએ ઓનલાઈન ગુગલમાંથી ડોગ લેવા માટે નંબર સર્ચ કર્યા બાદ તે નંબર મારફતે ફોન કરી ડોગ લેવા માટે તેણીએ 35,000 મોકલેલ હતાં. બાદમાં સાયબર માફિયા દ્વારા વધારે રકમ માગતા અરજદારને તેની સાથે ફ્રોડ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેથી તારીખ 25મી જુલાઈ 2023ના અરજી કરી હતી. જે અરજીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટાફે અરજદાર સાથે થયેલી છેતરપીંડી સબંધે તપાસ ચાલુ કરી હતી. રકમ જે એકાઉન્ટમાં ગયેલા તે એકાઉન્ટ ફ્રીજ કરાવી ફ્રોડમાં ગયેલા પુરેપુરા 35,000 અરજદારને પરત અપાવેલ હતાં.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *