રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ડ્રગસનો જથ્થો મોટા પ્રમાણમાં વારંવાર પકડાઇ રહ્યો છે આની પાછળ ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઇ રહ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી શહેરમાં “SAY NO TO DRUGS” ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત ડ્રગ પેડલરોની ધરપકડ કરવા કાર્યવાહી થઇ રહી છે. આજે રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી પોલીસે 11.78 ગ્રામ MD ડ્રગ સહીત 1.52 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા SAY NO TO DRUG સ્લોગન હેઠળ કાર્યવાહી કરવા મળેલ સૂચના આધારે ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કુવાડવા રોડ બોમ્બે સુપર મોલના ખુણા પાસેથી સાજીદ જાહીદશા શાહમદાર (ઉ.વ.27) તથા રાહુલ સુખાભાઇ બારૈયા (ઉ.વ.26)ને પકડી લઈ તેની પાસેથી રૂપિયા 1,17,900 નું 11.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કુલ 1.52 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
1.52 લાખનો મુદામાલ કબ્જે કર્યો
ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી સાજીદ જાહીદશા શાહમદાર (ઉ.વ.27) અગાઉ પ્રોહિબિશન, તોડફોડ, મારામારી અને વેશ્યાવૃતિ જેવા ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પકડાયેલ બન્ને શખ્સો આ મેફેડ્રોન ડ્રગનો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને કોને કેટલા રૂપિયામાં વહેંચતા હતા સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.